Western Times News

Gujarati News

માઈનિંગ એન્જિનિયરિંગ ઘરમાં જ IED બોમ્બ તૈયાર કરી રહ્યો હતો: ગુજરાતમાં બ્લાસ્ટ કરવાના હતા

પ્રતિકાત્મક

ગુજરાતના મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હતું -ISIS તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા ગુજરાતમાં બ્લાસ્ટ કરવાના હતા

નવી દિલ્હી, ઈસ્લામિક સ્ટેટ ISISના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે NIAની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી. જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ IED બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. તેના નિશાને ગુજરાતના મહત્ત્વના શહેરો હતા.

શાહનવાઝે કહ્યું કે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર આતંકીઓના નિશાને હતા. આતંકી શાહનવાઝની દિલ્હી પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. તેને એનઆઈએ દ્વારા મોસ્ટ વાન્ટેડ જાહેર કરાયો હતો અને તેના પર ૫ લાખનું ઈનામ જાહેર કરાયું હતું. શાહનવાઝની દિલ્હીથી એનઆઈએએ ધરપકડ કરી હતી.

પૂણે આઈએસઆઈએસમોડ્યુલના અનેક આતંકીઓ હજુ ફરાર છે. તાજેતરમાં પકડાયેલા ISISના આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે પૂણે મહારાષ્ટ્ર મોડ્યુલના નિશાને મુંબઈ અને ગુજરાતના શહેરો હતા. આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો.

પૂછપરછમાં તેણે કહ્યું કે આતંકીઓના નિશાને ગુજરાતમાં ભાજપનો હેડક્વાર્ટર, આરએસએસનો હેડક્વાર્ટર, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન, ભીડવાળા બજાર અને વીઆઈપીના ઘર અને તેના રુટ્‌સ હતા. મોટા આતંકી હુમલા માટે કાયદેસર રીતે આ તમામ સ્થળોની જાન્યુઆરી ૨૦૨૩ માં રેકી કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.