નાવલી નદી પર બ્રીજનું સપનું સાકાર કરતા ધારાસભ્ય મહેશ કસવાલા
સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે છેવાડાના વિસ્તારના લોકો અવરજવર કરી શકે તે માટે અહી બ્રીજ બનાવવાનું સપનું અંતે સાકાર થઈ રહ્યુ છે. આ અંગે રજૂઆત મળ્યા બાદ મહેશભાઈ કસવાલાએ વર્ષો જૂની સમસ્યા દૂર કરી છે. બ્રીજ બનાવવા માટેનું આયોજન થઈ રહ્યુ છે. બ્રીજના સર્વે માટેની કામગીરીમાં ધારાસભ્ય ઉપરાંત નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ સાવજ વગેરે હાજર રહ્યા હતા.