મ્યાનમારની સેનાએ માર્ગ પર પાથરેલી લેન્ડમાઇન બ્લાસ્ટ થતાં ૨૦થી વધુના મોત

ઓટાવા, મ્યાનમારની સૈન્યએ સંઘર્ષગ્રસ્ત કાયા પ્રદેશ અને થાઇલેનડની સરહદ નજીકના આસપાસના ગામોમાં લેન્ડમાઇન બિછાવી છે, જેના કારણે અનેક જાનહાનિ થઇ છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલે આ જાણકારી આપી. માનવાધિકાર જૂથના જણાવ્યા અનુસાર, વિસ્તારની મુલાકાત લેનારા તેના સંશોધકોએ જાેયું કે લોકોના ઘરો અને ચર્ચની આસપાસ બિછાવેલી લેન્ડમાઇન્સમાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો અપંગ થયા હતા.
સંશોધકોએ એવા વિસ્તારના ગ્રામીણો સાથે વાત કરી જયાં સૈન્યએ મ્યાનમારની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને હટાવીને ફેબ્રુઆરી ૨૦૨૧માં દેશની લગામ સંભાળી ત્યારથી સૈન્ય વંશીય કરેની સશસ્ત્ર જૂથો સામે લડી રહ્યું છે.
‘ઓટાવા કન્વેંશન’ (૧૯૮૭) સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય કરારોએ માનવ-લ-ય લેન્ડમાઇન્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો હતો, જેના કારણે વિશ્વભરમાં હજાર લોકો માર્યા ગયા હતા અને અપંગ થયા હતા. એમનેસ્ટી ઇન્ટરનેશનલ ક્રાઇસીસ રિસ્પોન્સના ડેપ્યુટી ડાયરેકટર મેટ વેલ્સે એક નિવેદનમાં કહ્યું ઃ ‘મ્યાનમારની સેના દ્વારા લેન્ડમાઇનનો ઉપયોગ ધિક્કારપાત્ર અને ક્રૂર છે.
જયારે વિશ્વભરમાં આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે સૈન્યએ તેને લોકોના વરંડામાં, ઘરોમાં અને સીડીઓ અને ચર્ચની આસપાસ પણ મૂકયા છે. એમનેસ્ટીના રિપોર્ટ અનુસાર કાયાના લગભગ ૨૦ ગામોમાં લેન્ડમાઇન બિછાવી દેવામાં આવી છે.
અહેવાલ વંશીય જૂથો દ્વારા અગાઉ લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપે છે. કરેની માનવાધિકાર જૂથે આ મહિનાની શરૂઆતમાં આરોપ લગાવ્યો હતો કે લશ્કરી દળો કાયાના ગામો અને વસાહતોમાં લેન્ડમાઇન બિછાવી રહી છે. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડે પણ ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે દેશના ઘણા વિસ્તારોમાં લેન્ડમાઇન અને બિન-વિસ્ફોટક શસ્ત્રોથી ઘણા બાળકોના મોત થયા છે અને ઘણા અપંગ થયા છે. આમાંના મોટાભાગના બાળકો પૂર્વોત્તર મ્યાનમારના શાન રાજયના હતા.HS1MS