Western Times News

Gujarati News

ગુમ થયેલા પોપટને શોધવા માટે માલિકે જાહેર કર્યું ૫૦ હજારનું ઈનામ

granthshala.in

બેંગ્લુરૂ, કર્ણાટકના તુમકુરુમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે પોપટને શોધો અને ઈનામ મેળવો. ૫૦ હજાર રૂપિયાનું ઈનામ. આ પોપટ આફ્રિકન જાતિનો છે. જેનું નામ રૂસ્તમ છે. આ પોપટ ૧૬ તારીખથી ગુમ છે. જેનો આ પોપટ છે તેઓ શહેરભરમાં પોસ્ટર લગાવી રહ્યા છે અને લોકોને તેના સુરક્ષિત પરત ફરવાની અપીલ કરી રહ્યા છે.

માલિકનું કહેવું છે કે જે પણ પોપટને શોધી કાઢશે તેને ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. પોપટના માલિકનું કહેવું છે કે અમને આ પોપટ સાથે ઘણું પોતાનાપણું અને લગાવ છે, જાે તમારામાંથી કોઈએ તેને જાેયો હોય તો અમને જણાવો, જાે કોઈને ખબર પડે અને પોપટ મળ્યો તો અમે તેના માટે ૫૦,૦૦૦નું ઈનામ પણ રાખ્યું છે.

ખરેખર, આ જાેડીનો બીજાે પોપટ ૧૬મીએ અચાનક ગુમ થઈ ગયો છે. પરિવારના સભ્યોને લાગે છે કે તે ઉડી ગયો. આજુબાજુના તમામ સ્થળોએ શોધ્યો પણ ના મળ્યો .

પોપટની માલકીન પલ્લવીએ કહ્યું કે, હું બધા લોકોને વિનંતી કરું છું કે તેઓ તેમના ઘરની બાલ્કનીની બારી તરફ નજર કરે. પોપટને શોધવામાં અમને મદદ કરો અમે તેને ખૂબ જ યાદ કરીએ છીએ કારણ કે તે અમારા પરિવારના સભ્ય જેવો છે. પોપટની આ જાેડી છેલ્લા અઢી વર્ષથી આ પરિવાર પાસે રહેતી હતી. હવે ઈનામની રકમ સાથે તેના પાર્ટનરની શોધ પૂરજાેશમાં ચાલી રહી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.