500થી વધુ વકીલો ગાંધીનગર વિધાનસભામાં પહોંચી PM મોદી પ્રત્યેના આભાર પ્રસ્તાવમાં જોડાયા
ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ ૫૦૦ થી વધુ વકીલો ગાંધીનગર વિધાનસભામાં પહોંચી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના આભાર પ્રસ્તાવમાં જોડાયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી આભારની લાગણી પણ અભિવ્યક્ત કરી !!
તસ્વીર ગુજરાત વિધાનસભાની છે !! બીજી તસ્વીર ગુજરાતના ૫૦૦ થી વધુ વકીલો ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળ વિધાનસભા ખંડની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યુ !! રામ મંદિરના આયોજન સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટલના નેતૃત્વ હેઠળ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિનંદન – આભાર પ્રસ્તાવ સમયે ઉપસ્થિત રહી
તેમાં ભા.જ.પ. લીગલ સેલ પણ જોડાયું તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વકીલોને અવાર નવાર કરેલી સહાય સંદર્ભે આભાર પ્રસ્તાવ અભિવ્યક્ત કરતી મુલાકાત પણ કરી !! ભા.જ.પ. લીગલ સેલનું સફળ નેતૃત્વ કરવામાં શ્રી જે. જે. પટેલની ભૂમિકા અદ્દભૂત રહી છે ત્યારે તેમનું આ ભાવનાત્મક શક્તિ પ્રદર્શનની મોવડી મંડળ કેટલી સકારાત્મક નોંધ લે છે એ જોવાનું રહે છે !!
તસ્વીરમાં જાણીતા યુવાન સનાતની વકીલ શ્રી ઓમપ્રકાશ સાંખલા, શ્રી મુકેશસિંહ રાજપુત સહિત અનેક વકીલો દ્રશ્યમાન થાય છે સાથે આ સમયે ગુજરાત બાર કાઉÂન્સલના હોદ્દેદારો તથા સભ્યો શ્રી ભરતભાઈ ભગત, શ્રી ગુલાબખાન પઠાણ, શ્રી અનિલભાઈ કેલ્લા તથા વકીલ અગ્રણીઓ શ્રી હસમુખભાઈ ચાવડા, શ્રી હેમંતભાઈ નવલખા, શ્રી ઈશ્વરભાઈ દેસાઈ સહિત ફોજદારી બારના અનેક કારોબારી સભ્યો રાજકીય ઈવેન્ટમાં જોડા હતાં બીજી તસ્વીર ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલની છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ભા.જ.પ. લીગલ સેલના પ્રયાસથી વકીલો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પાંચ કરોડની રકમની સહાય કરતા વકીલોએ તાકાતનું પ્રદર્શન કર્યુ !!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, ‘તમે જણાવવા માંગો છો કે તમે કોણ છો ? તો પુછો નહીં કાર્ય આરંભી દો કાર્યનો અમલ જ કદી બતાવશે કે તમે કોણ છો ?!’ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, ‘આપણને માત્ર કાયદાઓની નહીં તેના અમલીકરણની આવશ્યકતા છે’!!
ગુજરાત પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર તરીકે શ્રી જે. જે. પટેલ વકીલાતના વ્યવસાયીક ક્ષેત્રે સુદિર્ઘ સેવાઓ આપ્યા પછી તેઓ વકીલાતના વ્યવસાયિક કાર્યમાં વ્યસ્ત છે !! અને રાજકીય જાહેર જીવનમાં પણ પક્ષને આગળ વધારવાના કાર્યમાં વ્યસ્ત છે !! પરંતુ તેમને હજુ સુધી સત્તાના રાજકારણમાં પક્ષે કેમ સ્થાન નથી આપ્યુ !! બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવા મુખ્યમંત્રી છે કે, બહુ ઓછું બોલે છે પરંતુ કાર્ય ઘણું કરે છે !!
તો આવા સંજોગો વચ્ચે ગુજરાત વિધાનસભાની મુલાકાત ગુજરાત પ્રદેશ ભા.જ.પ. લીગલ સેલના કન્વીનર શ્રી જે. જે. પટેલના નેતૃત્વ હેઠળળ ૫૦૦ થી વધુ વકીલોએ મુલાકાત લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને વકીલો માટે દાખવેલા સકારાત્મક અભિગમ બદલ આભાર માન્યો હતો !!
વકીલો માટે ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારમાંથી વકીલો માટે સહાય ફાળવવાની પરંપરા જાળવવા વિધાનસભાના ફલોર પર જઈ ૫૦૦ થી વધુ વકીલોએ આભાર વ્યક્ત કર્યાે !!
બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સરસ કહ્યું છે કે, ‘ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે’!! ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ભા.જ.પ.માં સંનિષ્ઠતાપૂર્વક કાર્યરત રહેતા આજે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર પદભાર સંભાળી રહ્યા છે !! પરંતુ મહત્વની વાત એ છે કે, સરળ અને સેવાભાવી અભિગામ વાળા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાહ્ય અને આંતરિક પડકારો વચ્ચે તમામ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કરી બધાને સહાયરૂપ નિવડે છે તે એમની આગવી ઓળખ છે !!
ગુજરાતના વકીલ આલમ માટે તાજેતરમાં જ ભા.જ.પ. લીગલ સેલના કન્વીનર શ્રી જે. જે. પટેલની વિનંતીને માન આપીને વકીલ આલમ માટે પાંચ કરોડ રૂપિયા ફાળવતા ૫૦૦ થી વધુ વકીલોએ વિધાનસભાના પટાગણમાં જઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી આભાર વ્યક્ત કર્યાે હતો એ સુખદ ક્ષણ છે !!