જનેતાએ પાંચ વર્ષના દીકરાની હત્યા કરી
શિવ છાયા સોસાયટીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ ઝાંઝમેરા કલાકાર તરીકે કામ કરી ગુજરાત ચલાવતો હતો
સુરત, શહેર રોડ વિસ્તારમાં એક માતાએ પોતાના બાળકને ગળે ફાંસો આપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો લગ્નના ૧૧ વર્ષ બાદ નાના દીકરાની હત્યા કરી માતાએ આપઘાત કરી લીધા હોવાની ઘટનાને લઈને પોલીસે શરૂ કરી તપાસ સુરતના વેર રોડ વિસ્તાર પર ગેંગવોરની ઘટનાને લઈને લોકો ભયનો માહોલ ફેલાવા સાથે ચિંતામાં હતા
ત્યાં તો બીજી એક ઘટનાને લઈને સમગ્ર વિસ્તારના લોકો અચંબામાં પડી ગયા હતા. અહીંયા માતાએ પોતાના પાંચ વરસના પુત્રની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી. વેર રોડ વિસ્તારના અખંડ આનંદ કોલેજ પાસે આવેલી શિવ છાયા સોસાયટીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ ઝાંઝમેરા કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો.
રાકેશના લગ્ન આજથી ૧૧ વર્ષ પહેલા જ યોગીતા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન યોગીતાને બે બાળકો હતા. જાેકે, છેલ્લા લાંબા સમયથી પતિ પત્નીને ઘરને લઈને લાંબા સમયથી ઘરઘંકાસ ચાલતો હતો. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. જેને લઈને આવેશમાં આવેલી પત્નીએ પોતાના નાના પાંચ વર્ષના દીકરા દેવાંગને ગળે ફાંસો આપી તેની હત્યા કર્યા બાદ યોગીતાએ પણ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ પરિવારને તથા તેઓએ તાત્કાલિક ચોક બજાર પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.
પોલીસ તાત્કાલિક ઘટનાને દોડી આવી પુત્ર અને માતાનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી માતા ઉપર દીકરાની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘર કંકાસને લઈને પરિણીતાએ કરેલી આ ઘટનાને લઈને પરિવાર સાથે પતિ પણ શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.