Western Times News

Gujarati News

મુંબઈના દાતાએ અંબાજીમાં 8 ટન ઘઉં ગરીબોને આપ્યા

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી)(પ્રતિન્ધિ) અંબાજી, અંબાજી ધામ ગુજરાત અને ભારત દેશ નું ‘ગોલ્ડ્‌ર્ન શક્તિપીઠ’ તરીકે જગ વિખ્યાત છે બ્રહ્માંડ મા ૫૧ શક્તિપીઠ પૈકી આદ્યશક્તિપીઠ તરીકે આ ધામ અરાવલી પહાડો માં આવેલું છે ,

અંબાજી ધામ નવરાત્રી પર્વ આવતા જ ‘ભક્તિધામ’ બની જાય છે ,માતાજી ના ભક્તો અહીં માતાજી ના દર્શન કરવા આવી અહીં માતાજી ની આરાધના કરે છે , ચૈત્રી નવરાત્રી પર્વ શરુ થાયો હતો ૨૨ થી ૩૦ માર્ચ સુધી અને માતાજી ના ભક્તો દેશ વિદેશ માંથી અંબાજી ધામ મા દર્શન કરવા આવતા હોય છે.

તો વાત કરવામાં આવે કે કોરોના સમય ઘણા લોકોની રોજી રોટી છીનવાઈ ગયેલી અને બીજી તરફ રોજેરોજ મોંઘવારી વધતી જાય છે તેવામાં રોજેરોજ કમાઈ પોતાનું અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે તેવા વ્યક્તિઓને આ જ પણ મોંઘવારી નડતી હોય છે

મધ્યમ અને ગરીબ લોકો માટે મુંબઈના માં જગત જનની જગદંબાના ભક્ત પરિવાર ૭૦ વર્ષથી દર વર્ષે ગરીબોમાં વિના મૂલ્ય ઘઉંનું વિતરણ કરે છે આજે અંબાજી ૭૦ વર્ષથી આવતા મુંબઈના ભક્ત પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસીદાસ વિઠ્ઠલદાસ રૂખાના પરિવાર તરફથી ઘઉંનું વિના મૂલ્ય વિતરણ ગરીબોને કરવામાં આવ્યુ હતું

યાત્રાધામ અંબાજીમાં ૭૦ વર્ષથી તુલસીદાસ વિઠ્ઠલદાસ રૂખાના પરિવાર ( મુંબઈ ) તરફથી આ વર્ષે ૮૦૦૮ કિલો ઘઉં વિનામૂલ્ય ગરીબોને આપ્યા હતા ગરીબોએ માતાજી અને મુંબઈના દાતાશ્રી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને અંબાજી ગામના નાગરિક સેવાભાવી પ્રકાશભાઈ શંકરલાલ પંચાલ અંબાજી ધામમાં

સેવાના કાર્ય થતા હોય ત્યાં સેવા આપવા જતા હોય છે અને ૭૦ વર્ષથી દર વર્ષે અંબાજીમાં આવતા દાતાશ્રી તુલસીદાસ વિઠ્ઠલદાસ રૂખાના પરિવાર સાથે ઉભા રહી ને દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવામાં સહભાગી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.