Western Times News

Gujarati News

ગરમી વધશે તો બપોરના સમયે મહત્ત્વના સિગ્નલ બંધ રાખવાની તૈયારી

બપોરના સમયે  વાહનચાલકોને ગરમીમાં શેકાવુ ન પડે એ માટે મહત્ત્વના સિગ્નલ બંધ રાખવા સંદર્ભે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરવામાં આવશે

ર૦૧૦માં અમદાવાદમાં હીટસ્ટ્રોકના ર૭૪ કેસ હતા- જેમાંથી ૬પ લોકોએ જીવ ગુમાવ્યો હતો

(એજન્સી) અમદાવાદ, શહેર તથા રાજ્મયાં માવઠાનો માર હવે ઓછો થયો છે. માવઠાના કારણે માર્ચ મહિનામાં જ ગરમીનો પ્રકોપ હળવો થતાં જ લોકોએ થોડી ઘણી રાહત અનુભવી હતી. જાે કે હવે ફરી ગરમીની તીવ્રતામાં વધારો થતો જવાનો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટસ્ટ્રોક લાગવાના અનેક કિસ્સામાં લોકોને પોતાના જીવ ગુેમાવવાનો વારો આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્વચાને દઝાડતી ગરમી સામે છેક વર્ષ ર૦૧૩થી હીટ એકશન પ્લાન અમલમાં મુકાતો આવ્યો છે. આ એકશન પ્લાન હેઠળ તંત્ર લોકોને ભીષણ ગરમી સામે રાહત આપવા અનેક ઉપાયોને અમલમાં મુકે છે. દરમ્યાન ગઈકાલેે તંત્ર દ્વરા આ ઉનાળાને અનુલક્ષીનેેેે હીટ એકશન પ્લાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જે મુજબ હવેે ગરમીની તીવ્રતા મુજબ તંત્ર દ્વારા અપનારા એલર્ટનેે જાેઈનેે ઘરમાંથી બહાર નીકળવાનું લોકો માટે હિતાવહ રહેશેે.

હીટ એકશન પ્લાનમાં નોડલ ઓેફિસર અને દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડો.તેજસ શાહ ઓ પ્લાન અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે દર ઉનાળા અદરમ્યાનમાં પ્લાન મુજબ તંત્ર દ્વરા સ્થાનિક હવામાન વિભાગ પાસેથી મળેલા ગરીમીની તીવ્રતાના આધાર મુજબના એલર્ટનેે ધ્યાનમાં રાખીને શહેરમાં ગરમીનું એલર્ટ ડીકલેર કરવામાં આવશે.

તેમજ મીડીયાના માધ્યમથી જ મહત્તમ લોકો સુધી આ એલર્ટની જાણકારી પહોંચાડવામાં આવશે જેના કારણે લોકો બપોરના આકરા તડકામાં બહાર નીકળવું કે નહીં તે માટેનો નિર્ણય લઈ શકશે.ે

શહેરના તમામ મ્યુનિસિપલ બગીચાઓ બપોરના સમયે ખુલ્લા રહેશે. તમામ એએમટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ તમામ બીઆરટીએસ બસસ્ટેન્ડ પર પણ પેસેન્જર્સ માટેે પીવાના પાણીની વ્યવસ્થા રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતડકામાં ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના જવાનો માટે ઓઆરએસ ના પેકેટ પૂરા પડાશે.

બપોરના સમયે  વાહનચાલકોનેેે ગરમીમાં શેકાવુ ન પડ એ માટેેે મહત્ત્વના સિગ્નલ બંધ રાખવા સંદર્ભેે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટ્રાફિક વિભાગ સાથેે સંકલન કરવામાં આવશે તેમ પણ હીટ એકશન પ્લાનના નોડલ ઓફિસર ડો. તેજસ શાહે વધુમાં જણાવ્યુ હતુ.

હીટ એકશન પ્લાન અંતર્ગત જે શાળા ચાલુ હોય તે દરમ્ય્ન ૪૦ ડીગ્રીથી વધુ તપામાન થવાની શક્યતા સર્જાય તો મ્યુનિસિપલ સંચાલિત બપોરની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવશે. એનજીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જ શહેરીજનોને પીવાના પાણી માટેે મહત્તમ સંખ્યામાં પરબની સુવિધા ઉભી થાય એ દિશામાં કામગીરી કરાશે. દરેક વોર્ડમાં મોબાઈલ પાણીની પરબ ફરતી મુકીને લોકોને ગરમી સામે રાહત આપવા પીવાનું પાણી પૂરૂ પડાશે.

મ્યુનિસિપલ સંચાલિત દરેક અર્બન હેલ્થ સેન્ટર પર ઓઆરએસ કોર્નર ચાલુક રાશે. જેના કારણે વિવિધ રોગની દવા લેવા આવેલા દર્દીઓને ઓઆરેઅસના પેકેટનું મફતમાં વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ માટે પણ ઓઆરએસ પેકેેટ ઉપલબ્ધ કરવામાં આવશે.

હોસ્પીટલો દ્વારા હીટસ્ટ્રોકના કેસ અને દર્દીઓનું રીપોર્ટીંગ યોગ્યરીતે થાય એ પોર્ટલ મારફતે એન્ટ્રી થશે અને એનું મોનિટરીંગ પણ કરવામાં આવશે. હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે મ્યુનિસિપલ હોસ્પીટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવશે.

જેના કારણેે આવા દર્દીઓની સમયરસ સારવાર કરીને તેમને મોતના મુખમાંથી બચાવી લેવાશે. ગત તા.૧લી માર્ચથી તમામ મ્યુનિસિપલ બગીચાઓ સવારના ૬ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રાખવાના હોવાથી અમદાવાદીઓનેે ઉનાળાના આકરા તાપ સામે રક્ષણ મળશે.

અત્રે ઉલ્લેખનીય છેે કે વર્ષ ર૦૧૦માં અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કુલ ર૭૪ કેસ નોંધાયા હતા. જે પૈકી ૬પ દર્દીના કરૂણ મોત નિપજ્યા હતા. ર૦૧૪માં પ૭ કેેસ અને ૧૧ દર્દીના મોત, ર૦૧પમાં ર૩ કેસ અને આઠના મોત, ર૦૧૬માં ૯૯ કેસ અને ૧પ ના મોત,  ર૦૧૭માં ૩૩ કેસ અને બે મોત, ર૦૧૮માં ર૬ કેસ અને ત્રણ મોત, ર૦૧૯માં ૩પ કેસ અને બે મોત, જ્યારે ગત વર્ષ ર૦રરમાં ૪૬ કેસ નોંધાયા હતા. સદ્‌નસીબે ગયા વર્ષના ઉનાળામાં એકપણ દર્દીનું મૃત્યુ થયુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.