હિન્દુ મંદિરો માટે દાન આપનાર મુસ્લિમ આગેવાનનું સન્માન કરાયું

પ્રતિકાત્મક
મોડાસા, મોડાસા તાલુકાના સરડોઈ ગામના આદ્યશક્તિ ચામુંડા મહાકાલી મંદિરના પ્રથમ મુસ્લિમ દાનવીર ધોળકા નગરના પાસેના ગામ નાની બોરૂના રહીશ હબીબ હસન હાલાણી વર્ષ ૧૯૮૪થી સનાતન ધર્મ માટે તામીલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીનના પુત્રએ વિવાદાસ્પદ શબ્દ પ્રયોગ કરી બીન શોભાસ્પદ વર્તન કરી ચર્ચાના ચકડોળે ચઢેલ છે.
ત્યારે આ ખોજા મુસ્લિમ હબીબભાઈએ ગુજરાત રાજયના વિવિધ સ્થળોએ ૮ શિવાલય તથા ૬ આદ્યશક્તિ મહાકાલી માતાજી મંદિરના નિર્માણમાં તન, મન અને પદનું દાન આપી અગ્રસર ભુમિકા ભજવી છે તેમાં મોડાસા તાલુકાના ગામ સરડોઈની અરવલ્લીની ગિરિમાળા ઉપર નિર્માણ પામેલ આદ્યશક્તિ ચામુંડા મહાકાલી મોહનેશ્વર મંદિરની સ્થાપના
તથા પહાડ ઉપર ચઢવા માટેની સીડીઓ ૮ બનાવવા માટે ઉદાર હાથે દાન આપેલ છે. તેમજ પવિત્રશ્રાવણ માસમાં સરડોઈ પ્રાથમિક શાળામાં કુલ ૩૬ હજાર છાત્રોને બટુક ભોજન કરાવ્યું હતું. એટલે આ સર્વધર્મમાં વિશ્વાસ રાખનાર કોમી એકતાના પ્રતિક મુસ્લિમ ખોજા જમાતના સેવક હબીબ હસન હાલાકી
કે જેઓ સેવાના ભેખધારી દાનવીરનું ફુલહાર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી જાહેર સન્માન કરાયું હતું. આ ખોજા મુસ્લિમ પરિવાર સનાતન ધર્મ તે માનવ ધર્મની સાથે સર્વધર્મ સદભાવનામાં વિશ્વાસ રાખી દાનની સરિતા વહાવી રહ્યા છે.