Western Times News

Gujarati News

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે ૮૯૭.૧૭ કરોડનું પ્રથમ બજેટ રજુ કર્યું

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરે મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજુ કર્યુ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેકટર અને નડિયાદ ધારાસભ્ય ની વિશેષ ઉપસ્થિતિમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીએ મહાનગરપાલિકાનું ૮૯૭.૧૭ કરોડનું પ્રથમબજેટ રજુ કર્યું. Nadiad Budget

જેમાં મુખ્યત્વે નગર આયોજન અને સુદ દ્રઢીકરણ માટે રૂ. ૩૨૬ કરોડ, નાગરિક સુવિધાઓના કામો માટે રૂ. ૨૦૧ કરોડ, સ્વચ્છતા માટે રૂ. ૮૧ કરોડ, પાણી નિકાલ માટે રૂ. ૪૯.૫ કરોડ, પર્યાવરણ માટે રૂ. ૪૦.૫ કરોડ, આરોગ્ય માટે રૂ. ૧૭.૭૫ કરોડ, સીટી મોબિલિટી માટે રૂ. ૧૭.૨૫ કરોડ, સાંસ્કૃતિક વારસાના જતન માટે રૂ. ૧૬.૬૦ કરોડ અને નગર આયોજનને લગતા કામો માટે રૂ. ૧૧.૨૫ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના વિઝન ડોક્યુમેન્ટ મુજબ નગર આયોજન અને સુદ્રઢીકરણ, પાણી નિકાલ, કર માળખું, પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવાના પરિવર્તનો સામે સંરક્ષણ, ગાર્ડન ડેવલપમેન્ટ, સીટી મોબિલિટી પ્લાન, નાગરિક સુવિધાઓ, દિવ્યાંગનો માટે ખાસ સુવિધાઓનું નિર્માણ, આરોગ્ય, શિક્ષણ, રમતગમત સુવિધાઓ, અર્બન લાઈવલિહુડ, પશુલક્ષી બાબતો, સાંસ્કૃતિક વારસો અને તેનું જતન, સ્વચ્છતા, આવાસ, ફાયર બ્રિગેડ અને નગર આયોજન સહિતની કામગીરી માટે રૂ. ૮૯૭.૧૭ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મ.ન.પા કમિશનર જી.એચ. સોલંકીએ પ્રથમ બજેટ પ્રવચનમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી સાથે નડિયાદ શહેરના ગૌરવંતા મહાપુરુષોને યાદ કરી તેમની વહીવટી અને રાજકીય કુનેહને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે નડિયાદ મહાનગરપાલિકા નાગરિકોને ઉચ્ચ અને અસરકારક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતાથી કામગીરી કરશે અને નાગરિકોની આશાઓ ઉપર ખરું ઉતરવામાં આવશે.

બજેટ ઉપર વિસ્તૃત પ્રકાશ પાડતા તેઓએ જણાવ્યું કે નગર આયોજન અને સુદ્રઢીકરણ હેતુ પાર્ટી પ્લોટ, નવી લાઇબ્રેરી, ટ્રાફિક લાઈવ નેટવર્ક અપડેટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ નિર્માણ,દાંડી માર્ગને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવો, કોમ્યુનિટી હોલ અને એક્ઝિબિશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે.

કાંસ તેમજ પાણીના વહેણની જગ્યાઓની સફાઈ કરી જરૂર જણાય પાણીના વહેણ માટે નાડાઓનું નિર્માણ કરવામાં આવશે. દરેક મિલકતને યુનિક ક્યુઆરકોડ આપી ટેક્સ મેળવવાની વ્યવસ્થા સરળ કરવામાં આવશે અને કાર્પેટ બેઝ આકારણી માટે સર્વે કરવામાં આવશે.

૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર જુના દરે મિલકત વેરાની વસુલાત કરવામાં આવશે.પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવા પરિવર્તન સામે સંરક્ષણ હેતુ સોલાર રૂફટોપ, પાણી શુદ્ધિકરણ વ્યવસ્થા, અર્બન ફોરેસ્ટ નિર્માણ, ઓક્સિજન પાર્ક અને મિયાવાકી પ્લાન્ટેશન વનીકરણ, ગુણવત્તા યુક્ત પાણી પૂરું પાડવું, ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટ, સુએઝટ્રીટમેન્ટ પ્લાન સર્વે સહિતના કાર્યો કરવામાં આવશે.

પીજ રોડ ખાતે હયાત વોકવેનું અપગ્રેડેશન તેમજ સાયકલ ટ્રેક અને ગાર્ડન ડેવલપમેન્ટ તથા સિનિયર સિટીઝન પાર્ક, વુમન પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવશે.
સીટી મોબિલિટી પ્લાન અંતર્ગત એઆઈની મદદથી એપ દ્વારા ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

જેમાં મહાનગરપાલિકાને લગતા તમામ પ્રકારના ટેક્સ પેમેન્ટ, રજીસ્ટ્રેશન બુકિંગ, જન્મ મરણના પ્રમાણપત્રો, લગ્ન નોંધણી પ્રમાણપત્રો અને ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. તેમજ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઊભું કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.