Western Times News

Gujarati News

60 તોલા સોનાના દાગીના અને અડધો કિલો ચાંદી તેમજ રોકડા રૂ. ૮૦ લાખ સાથે ઘરફોડિયા ગેંગ ઝડપાઈ

મકાનમાંથી પાસપોર્ટ આધાર કાર્ડ રેશનકાર્ડ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ બેંકની પાસબુક તેમજ ગેસની પાસબુક પણ ચોરી કરીને થેલામાં ભરી હતી

પોલીસે ચોરી કરેલ તમામ ૬૦ તોલા ઉપરાંતના સોનાના દાગીના અને અડધો કિલો ચાંદી તેમજ રોકડા રૂ. ૮૦ લાખ પૈકી રોકડા રૂપિયા ૨૩,૩૫ લાખ તથા પાસપોર્ટ આધારકાર્ડ રેશનકાર્ડ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ બેંક પાસબુક તેમજ ગેસની ચોપડીઓ જેવા દસ્તાવેજો કબજે લીધા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ કપડવંજ રોડ એસટી વર્કશોપ સામે આવેલ પ્રભુ કૃપા સોસાયટી માં રહેતા ચકચારી સીરપકાંડના આરોપી યોગી સિંધીના મકાનમાંથી ગત તારીખ ૧૪ એપ્રિલના રાત્રિના સમયે થયેલ ૬૦ તોલા ઉપરાંત સોનાના દાગીના અને અડધો કિલો ચાંદી ના દાગીના તેમજ રોકડા રૂપિયા ૮૦ લાખ મળી કુલ રૂપિયા ૧,૦૨,૬૪,૫૦૦ ની મતા ની થયેલ ઘરફોડ ચોરી ના ગુના માં સંડોવાયેલ આંતરરાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા તેમજ તેના ત્રણ સાગરીતો ને ઝડપી પાડ્‌યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદ નજીકના બિલોદરા ગામ ખાતે દોઢેક વર્ષ પહેલા સર્જાયેલ સીરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી પારુમલ સિંધી જેલ માં છે તેના નડિયાદ કપડવંજ રોડ પર એસટી વર્કશોપ સામે આવેલ પ્રભુ કૃપા સોસાયટીના મકાનના નીચે ના ભાગે ર પત્ની સુનિતાબેન દિકરા હર્ષ અને દિકરી દીપિકા રહે છે યોગી સિંધીના પત્ની સુનિતાબેન ના સગા ના લગ્ન તારીખ ૧૪ એપ્રિલના રોજ મંજીપુરા રોડ પર આવેલ કચ્છી સમાજની વાડીમાં હતા

જેથી તેણી અને દીકરો દીકરી લગનના આગલા બે દિવસથી રોજ માસીને ત્યાં રાતના જતા હતા દરમિયાન સુનીતાબેન દીકરો હર્ષ અને દીકરી દીપિકા તારીખ ૧૪ એપ્રિલના રોજ રાતના આઠ વાગ્યાના સુમારે મકાન ને તાળું મારી મંજીપુરા રોડ પર આવેલ કચ્છી સમાજની વાડીમાં આયોજીત લગ્ન પ્રસંગમાં ગયા હતા.

તે વખતે બુકાનીધારી તસ્કર ત્રિપુટી લોખંડની જાળીનો તાળુ તોડી મકાનમાં પ્રવેશી હતી સાથે તસ્કરોએ મકાનમાંના સોફા કમ બેડનો અંદરનો સામાન વેર વિખેર કરી મકાનમાંથી રોકડા રૂપિયા ૮૦ લાખ રૂપિયા ૨૨,૧૪,૫૦૦ ની કિંમતના ૬૦ તોલા ઉપરાંત સોનાના દાગીના રૂપિયા ૫૦ હજાર કિંમતના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧,૦૨,૬૪,૫૦૦ ની કિંમતની મતા ચોરી મકાનમાંની એક સ્કૂલ બેગ એક બે અને વિમલના થેલામાં ભરી હતી.

સાથે તસ્કરો મકાનમાંથી પાસપોર્ટ આધાર કાર્ડ રેશનકાર્ડ એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ બેંકની પાસબુક તેમજ ગેસની પાસબુક પણ ચોરી કરીને થેલામાં ભરી હતી બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા આ બાબતે નડિયાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી.

આ ગુનાની ગંભીરતા ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા દ્વારા આ ગુના નો ભેદ ઉકેલવા માટે ખેડા એલ સી બી, એસ ઓ જી તેમજ નડિયાદ શહેર પોલીસની વિવિધ ૬ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસની વિવિધ ટીમો દ્વારા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ દેખાતા ઈસમોની ઓળખ કરવાની ગતિવિધિ હાથ ધરી હતી સાથે આવા ઘરફોડ ચોરીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો ની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

દરમિયાન સીસીટીવી ફૂટેજમાં ઘટના સ્થળ ની આજુબાજુમાં દેખાતો એક શંકાસ્પદ ઇસમ ઉમરેઠ ના ઓડ ગામ નો આંતરરાજ્ય રીઢો ઘરફોડિયો નવઘણ પૂજા તળપદા હોવાની પોલીસને શંકા પ્રબળ બની હતી.

જેના પગલે ખેડા એલસીબી પીએસઆઇ એસ જી પટેલ એ.એસ.આઇ ચંદ્રકાંત એ.એસ.આઇ વિનોદકુમાર હેકો ચિંતનકુમાર પોકો નિલેશકુમાર પોકો નિલેશભારથી અને પોકો ઈશ્વરભાઈ ની ટીમે બાતમીના આધારે ગઈકાલે નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે રોડ પાસે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ આગળથી આંતર રાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા ને દબોચ્યો હતો અને પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૫૦૦, સોનાનો એક બિસ્કીટ ત્યારબાદ માં લખેલ પેન્ડલ સાથેની સોનાની એક ચેન કબજે લીધી હતી.

બાદ આંતર રાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા ને એલસીબી પોલીસ મથકે લાવી એલસીબી પી આઈ કેવલ વેકરીયા નડિયાદ ટાઉન પી આઈ એમ બી ભરવાડ સહિતની ટીમે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી જેમાં રીઢા ઘરફોડિયા એ નડિયાદ પ્રભુ કૃપા સોસાયટી સ્થિત જેલમાં બંધ સીરપકાંડના આરોપી યોગ્ય સિદ્ધિન મકાનમાં થયેલ રૂપિયા એક કરોડ ઉપરાંતની ઘરફોડચોરીનો ગુનો કબૂલી લીધો હતો

સાથે આ ઘરફોડ ચોરીના ગુનામાં પોતાનો સગો ભાઈ એવો ઉમરેઠના ઓડ ગામે માણેક તલાવડી ખાતે રહેતો આંતરરાજ્ય રીઢો ઘરફોડિયો વિષ્ણુ પૂજા તળપદા તેમજ અન્ય સાગરીતો સમીર મોંઘા તળપદા રહે ખંભોળજ તા ઉમરેઠ અને રમેશ પોપટ ડોડીયા મૂળ રહે ગારીયાધાર જી ભાવનગર હાલ રહે નડિયાદ પણ સંડોવાયા હોવાની રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા એ પોલીસને કેફિયત આપી હતી

જેથી પોલીસે આ આરોપીઓને પણ દબોચી લીધા હતા સાથે પોલીસે આ ઘરફોડ ચોરીના ગુનામાં ચોરી થયેલ તમામ ૬૦ તોલા જેટલા સોનાના દાગીના ૫૦૦ ગ્રામ જેટલા ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૮૦ લાખ પૈકી રોકડા રૂપિયા ૨૩,૩૫૦૦૦ હસ્ગત કરી કબજે લીધા હતા.

જોકે આ ઘરફોડ ચોરી ના ગુના માં અન્ય મુખ્ય આરોપી આંતરરાજ્ય રીઢો ઘરફોડિયો વિષ્ણુ પૂજા તળપદા હજી ફરાર હોય પોલીસના હાથમાં આવ્યો નથી આ આરોપી ઝડપાતા ચોરીના ગુનામાં ગયેલ બાકીની રોકડ પણ હસ્ગત થશે તેવો પોલીસ આશાવાદ સેવી રહી છે.

દરમિયાન પોલીસ દ્વારા આ ઘરફોડ ચોરીના ગુનાના ઝડપાયેલા આરોપીઓ આંતર રાજ્ય રીઢા ઘરફોડિયા નવઘણ પૂજા તળપદા અને તેના ત્રણ સાગરીતો ના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવાની સાથે પોલીસ દ્વારા આ ગુનાના ફરાર આરોપી આંતરરાજ્ય રીઢા ઘરફોડિયા વિષ્ણુ પૂજા તળપદા ને ઝડપી પાડવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.