નડીયાદની પી.ડી. પટેલ આયુર્વેદીક હોસ્પિટલને વિશ્વકક્ષાની બનાવવામાં અનેક મહાનુભાવોનું અદ્દભૂત યોગદાન ?!
તસ્વીર ગુજરાતના ખેડા જીલ્લામમાં આવેલ નડીયાદની આયુર્વેદીક હોસ્પિટલ પી. ડી. પટેલની છે !! જયાં વિશ્વકક્ષાની અત્યઆધુનિક, માનવતાવાદી અભિગમ સાથે આધ્યાÂત્મક દ્રષ્ટિકોણ સાથે અન્ય દર્દીઓની આયુર્વેદીક સારવાર કરીને સાજા કરવા ભગીરથ પ્રયાસો થાય છે ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે, તેનો પાયો સને ૧૯૩૮ માં નંખાયો હતો !! ડાબી બાજુની ઈન્સેન્ટ તસ્વીર આઝાદીના લડવૈયા અને પત્રકાર વિદ્યાશ્રી સુંદરલાલ જોષીની છે Nadiad P.D. Contribution of many dignitaries in making Patel Ayurvedic Hospital world class modern?!
તેઓએ તેમની શરૂઆત સને ૧૯૩૮ માં કરીને આજે નડીયાદમાં વિશ્વકક્ષાની આયુર્વેદીક હોસ્પિટલ આપી છે જે પી. ડી. પટેલ આયુર્વેદીક હોસ્પિટલ તરીકે જાણીતી બની છે !! આ હોસ્પિટલમાં યોગા હોલ પણ છે !! અહીંયા કલ્ચર એકટીવીટી પણ થાય છે !! અત્યંત આધુનિક કલીનીક સ્કીલલેન્ડ હોસ્પિટલ છે, સેમીનાર હોલ છે !! રીડીંગ રૂમ છે !! ટીચીંગ લાયબ્રેરી છે !! ગાર્ડન છે !! સ્પેશીયલ ૨૩૮ પથારી વાળી મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ છે !!
વ્યક્તિને પોતાના પારિવારિક માહોલ વચ્ચે સારવાર અપાય છે જેને લઈને સારવાર માટે આવતા વ્યક્તિઓને હોસ્પિટલનું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે !! પી. ડી. પટેલ હોસ્પિટલમાં સ્પેશીયલ રૂમ્સ છે !! ડીલક્ષ અને સુપર ડીલક્ષ રૂમો પણ છે !! વિદેશથી આવતા દર્દીઓ માટેનું આયોજન પણ સુંદર છે !! જર્મની, કેનેડા સહિત અનેક વિદેશી નાગરિકો પણ પી. ડી. પટેલ આર્યુવેદીક હોસ્પિટલમાં સારવાર માટે આવે છે !! જે પી. ડી. પટેલ હોસ્પિટલની આગવી ઓળખ છે !!
અલ્ટ્રા મોર્ડન પધ્ધતિથી દવાઓ તૈયાર કરાય છે !! હોસ્પિટલની ન‹સગ સ્ટાફનો માનવતાવાદી, વિવેકશીલ અભિગમને લઈને પી. ડી. પટેલ હોસ્પિટલ વિદેશી દર્દીઓનું આર્કષણનું કેન્દ્ર બન્યું છે !! સ્ત્રી રોગો, કેન્સર, લકવા, લીવર, ત્વચા વિકૃતી, કાન, નાક, ગળા, આંખોના જટિલ રોગોની સુંદર સારવાર થાય છે. ર્ડા. શિવનારાયણ ગુપ્તા, પ્રોફેસર શ્રી કલાપીભાઈ પટેલ સહિત અનેક આયુર્વેદીક મહાનુભાવોઓનું માર્ગદર્શન અને સેવા આ પી. ડી. પટેલ આયુર્વેદીક હોસ્પિટલને વિશ્વકક્ષાની વિખ્યાત આર્યુવેદીક હોસ્પિટલ બનાવવામાં મહત્વનું પ્રદાન કરે છે !!
આવા માહોલ વચ્ચે પી. ડી. પટેલ આર્યુવેદીક હોસ્પિટલ, નડીયાદના અનેક અગ્રણીઓનું યોગદાન પણ મહત્વનું છે. પરંતુ નડીયાદના પૂર્વ સાંસદ શ્રી દિનશા પટેલ અને કુંદનબેન પટેલની ભૂમિકા એ અત્યંત મહત્વની રહી છે ત્યારે એક વાત કહેવી પડે છે કે, ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી ગંભીર બિમારીના ઉપાયો શોધતા અને અનેક વાર સારવાર માટે ધકકા ખાઈને નિરાશ થતાં ગુજરાતીઓની ખાસ કાળજી લેવાની જરૂર છે !!
હોસ્પિટલ વિદેશીઓ માટે ડીલક્ષ અને સુપર ડીલક્ષ રૂમો રાખે છે પણ અરજન્ટ સારવાર ગુજરાતીઓને મળે તે માટે અલગથી કવોટા અનામત રાખવાની જરૂર છે !! ભારતીયોને સારવાર માટે રૂમો પછી મળે અને ભારતીયો હતાશ થાય એવું પણ ન થવું જોઈએ !! તેમ છતાં એક વાત એ પણ મહત્વની છે કે પી. ડી. પટેલ હોસ્પિટલના રેસીડેન્ટ મેડીકલ ઓફિસરો ઘણી વાર તેમની સુજ અને સમજનો ઉપયોગ કરી ગુજરાતના વતનીઓ સારવાર માટે ધકકા ખાતા દર્દીઓને પણ તુરંત જ રૂમ ફાળવવાની ઉદારતા અને સમજ પણ દાખવે છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ કરિશ્મા ઠાકોર દ્વારા)
૧૯૩૮માં ફ્રીડમ ફાઈટર અને પત્રકાર શ્રી વિદ્યાશ્રી જોષીએ પી.ડી. પટેલ હોસ્પિટલનો પાયો નાંખ્યો હતો ત્યારપછી નડીયાદના સાંસદ દિનશા પટેલ, કુંદનબેન પટેલ જેવા અનેક મહાનુભાવોનું યોગદાન મહત્વનું રહ્યું છે !!
આયુર્વેદીક પરંપરાગત પધ્ધતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો ઉમેરો કરી દવાઓનું આધુનિક ટેકનોલોજીથી સંશોધન કરી તૈયાર કરાય છે !! આધુનિક ટેકનોલોજી સાથે આયુર્વેદીક સારવાર અપાય છે !!
અમેરિકાના મહાન વૈજ્ઞાનિક એડીશને કહ્યું છે કે, “મારે જાણવું જોઈએ કે, જગતને શું જોઈએ છે, પછી મારે આગળ વધીને એ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ”!! મહાન સ્કોટીશ જીવવૈજ્ઞાનિ સર એલેકઝાન્ડર ફલેમીંગે અદ્દભૂત કહ્યું છે કે, “પેનિસિલિન કુદરતી બનાવ્યું છે, મેં તો માત્ર એને શોધી કાઢયું છે”!! હૃદયની આવી ઉદારતા સાથે માનવી જયારે કુદરત પર ભરોસો રાખી માનવતાના ઉદાર અને પ્રગતિશીલ દ્રષ્ટિકોણ સાથે શ્રી પરમેશ્વરને ધ્યાનમાં રાખી કર્મ કરે છે
ત્યારે વિધેયાત્મક પરિણામ મળવાની શકયતા છે !! ગુજરાત ખાતે નડીયાદમાં ૧૯૩૮ માં ફ્રીડમ ફાઈટર અને પત્રકાર વિદ્યાશ્રી સુંદરલાલ જોષીને એક અદ્દભૂત વિચાર આવ્યો અને નડીયાદમાં શ્રી પી. ડી. પટેલ આયુર્વેિદક હોસ્પિટલની સ્થાપના થઈ !! અને અનેક આયુર્વેદીક સંશોધન સાથે તજજ્ઞોના વિચાર વિમર્શ સાથે અને નડીયાદના અત્યંત માનવતાવાદી,
બિનસાંપ્રદાયિકતાના સમર્થક અને ગાંધીવાદી અભિગમ ધરાવતા શ્રી દિનશા પટેલ તેમજ તેમના ધર્મપત્ની કુંદનબેન દિનશા પટેલના સહકારાત્મક સહકારથી શ્રી પી. ડી. પટેલ હોસ્પિટલે તેના સંશોધન કેન્દ્રે જે. એસ. આયુર્વેદીક કોલેજે હરળફાળ પ્રગતિ કરી છે ત્યારે શ્રી પી. ડી. પટેલ હોસ્પિટલની આયુર્વેદીક સારવાર પધ્ધતિ જાણવા જેવી છે !!
સંનિષ્ઠ કર્તવ્ય, માનવતાવાદી કર્મ એ જ ‘ધર્મ’ જેવા પ્રગતિશીલ અભિગમ સાથે જાહેર જીવનના મૂલ્યો ઉજાગર કરનાર નડીયાદના પૂર્વ સાંસદ અને ગાંધીવાદી દિનશા પટેલનો શ્રી પી. ડી. પટેલ હોસ્પિટલના વિકાસમાં મહત્વનો ફાળો છે !!
ઈટાલિયન તત્વજ્ઞાની અને અવકાશશાસ્ત્રી જીયોર્ડાનો બ્રુનોએ સરસ કહ્યું છે કે, “તમે ઈશ્વરની સમકક્ષ ન બની જાઓ ત્યાં સુધી ઈશ્વરને સમજી નહીં શકો”!! સંનિષ્ઠ માનવીય અભિગમ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે હંમેશા કર્મશીલ રહેલા ખેડા જીલ્લાના અગ્રણી સમાજ સેવક અને જાણીતા કોંગ્રસી આગેવાન શ્રી દીનશા પટલનું નડીયાદની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મોટું યોગદાન છે !!
૨૫ મે, ૧૯૩૭ માં જનમેલા શ્રી દિનશા પટેલનું જાહેર જીવનમાં બહું મોટું પ્રદાન છે !! તેમના ધર્મપત્ની કુંદનબેન દિનશા પટેલનો અભિગમ પણ સાથ અને સહકારનો રહ્યો છે !! સ્વચ્છ પ્રતિભાશાળી શ્રી દિનશા પટેલની ભૂમિકા પી. ડી. પટેલ આયુર્વેદીક હોસ્પિટલમાં અદ્દભૂત રહી છે !! નડીયાદ મત વિસ્તારમાંથી જાહેર જીવનમાં કાર્યરત રહેલા શ્રી દિનશા પટેલ કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી જીતીને કોંગ્રેસની સરકારમાં પેટ્રોલીયમ મંત્રી પદ ઉપર પહોંચ્યા હતાં !!
દેશના વડાપ્રધાન પદ ઉપર શ્રી દિનશા પટેલ જેવી વ્યક્તિ ભારતને મળે તો એ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી કે ભારતને વર્ષાે પછી બીજા સરદાર પટેલ મળી શકે છે !! ઉંમરને કારણે તેઓની વ્યસ્તતા ઓછી થઈ હશે પણ આવા શ્રેષ્ઠ માનવીની આજે ખરડાયેલા રાજકારણમાં ખૂબ જ જરૂર છે !! આજના લોકોએ આ “સત્ય” આજે નહીં તો કાલે સ્વીકારવું જ પડશે !!
શ્રી પી. ડી. પટેલ હોસ્પિટલના ર્ડા. શીવનારાયણ એન. ગુપ્તા આધુનિક પ્રગતિશીલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે શ્રી પી. ડી. પટેલ હોસ્પિટલના આયુર્વેદીક સારવાર દ્વારા અનેક દર્દીઓને નવજીવન બક્ષવામાં દિવાદાંડીરૂપ રહ્યા છે !!
બ્રિટીશ વૈજ્ઞાનિક માઈકલ ફેરોડે કહ્યું છે કે, ‘કુદરતની એ કિતાબ આપણે વાંચવી જ જોઈએ જે ઈશ્વરની કલમે લખાયેલી છે’!! આયુર્વેદીક જ્ઞાન અને આયુર્વેેદીક ઉપચાર એ ભારતના લોકોની ‘જીવનરીતિ’ છે !! કયારેક અનેક અસાધ્ય રોગો મટાડવામાં આયુર્વેદીક ઉપચાર સફળ થયાના અનેક દાખલા નોંધાયા છે ત્યારે આયુર્વેદીક ઉપચારને વધુ અસરકારક બનાવવા ર્ડા. શિવનારાયણ ગુપ્તાએ અત્યાઆધુનિક પધ્ધતિ વિકસાવીને પી. ડી. પટેલ હોસ્પિટલને વિશ્વની પ્રથમ કક્ષાની આયુર્વેદીક હોસ્પિટલ બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યાે છે એવું આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યુ છે !!
આયુર્વેદીક દવાઓ પણ આધુનિક દ્રષ્ટિકોણ, શંસોધન સાથે તૈયાર કરવામાં આવી રહી છે !! ફકત દવાઓ જ નહીં સાથે સંશોધન સેમીનારોનું આયોજન કરાય છે વિશ્વભરના તજજ્ઞો સાથે વિચાર વિમર્શ કરી જ્ઞાન એકત્ર કરીને આગળ વધવાનો અભિગમ છે !! સેમીનારો પત્યા પછી લોકોના મનમાં ઉઠતા સવાલોના જવાબો લેવાય છે અને આ રીતે પી. ડી. પટેલ હોસ્પિટલની આયુર્વેેદીક સારવારને વૈશ્વિક સ્તરનું શ્રેષ્ઠ સારવાર કેન્દ્ર બનાવવા ર્ડા. શ્રી શિવનારાયણ એન. ગુપ્તા પ્રયાસ કરી રહ્યા છે !! હોસ્પિટલના દર્દીઓને મળે છે તેમની ખબર પુછે છે, તેમનાથી પણ તેઓ વધુ શ્રેષ્ઠ સારવારને આગળ વધારવા પ્રયત્ન કરે છે !! શ્રી પી. ડી. પટેલ હાસ્પિટલમાં આધુનિકરણ સાથે સારવાર કેન્દ્રમાં પરમેશ્વરમય શ્રધ્ધા સાથે તથા પરમેશ્વરની પ્રાર્થના સાથે આધ્યાÂત્મક અભિગમ પણ જોડાયેલો છે જે પી. ડી. પટેલ હોસ્પિટલની આગવી ઓળખ છે !!
પી. ડી. પટેલ હોસ્પિટલમાં પ્રોફેસર શ્રી કલાપીભાઈ બી. પટેલ પંચકર્મના મુખ્ય માર્ગદર્શક અને આયુર્વેદીક ક્ષેત્રે શ્રેષ્ઠ જ્ઞાન અને વિવેકના પ્રસારક તરીકે તેમનું યોગદાન પણ મહત્વનું હોવાનું મનાય છે !!
ગ્રીક ચિકિત્સક હિપ્રોક્રેટસ કહે છે કે, “આપણી અંદર રહેલા પ્રાકૃતિક તત્વો જ રોગોના શ્રેષ્ઠ ઉપચારકો છે” આ વિચાર આયુર્વેદીક સારવાર પધ્ધતિમાં જોવા મળે છે ! મળેલી માહિતી મુજબ પી. ડી. પટેલ આયુર્વેદીક હોસ્પિટલમાં પ્રોફેસર શ્રી કલાપીભાઈ ભોગીલાલ પટેલનું યોગદાન પણ મહત્વનું છે !! પ્રોફેસર શ્રી કલાપીભાઈ પટેલ પંચકર્મ વિભાગના વડા છે !! જે. એસ. આયુર્વેદીક કોલેજ સાથે તેમનું નામ જોડાયેલું છે !!
પંચકર્મ !! શિરોધરા !! કીમો થેરાપી, ફર્નીશ પંચકર્મ યુનિટ માટે ર્ડાકટરો તૈયાર કરવાની જવાબદારી પણ પ્રોફેસર શ્રી કલાપીભાઈ પટેલે નિભાવી છે તેમનું તમામ પ્રકારનું માર્ગદર્શન અને જ્ઞાન એ આજની આયુર્વેદીક સારવારને વધુ અસરકારક બનાવવામાં તેમનું પ્રગતિશીલ યોગદાને પણ પી. ડી. પટલ હોસ્પિટલને વિશ્વકક્ષાની શ્રેષ્ઠ અને અત્યઆધુનિક આધુનિક સારવાર કેન્દ્ર બનાવવામાં ફાળો અગત્યનો હોવાનું મનાય છે !!
કેન્સરની, લીવરની, લકવાની, સ્ત્રી રોગોની, ત્વચાને લગતી બિમારીની, આંખ, કાન, નાક, ગળા સહિત અનેક જટિલ બિમારીની સારવાર આધ્યાÂત્મક અને પારિવારિક માહોલ વચ્ચે થાય છે, પણ કેટલાક સૂચનો ધ્યાને લેવા જેવા છે !!