Western Times News

Gujarati News

નડિયાદ સંતરામ મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ. જેમાં બહોળી સંખ્યામાં કર્મીઓએ જોડાઈને હાથમાં સરકારી યોજનાઓની માહિતી આપતા બેનરો લઈ પદયાત્રા કરી હતી.

આ પ્રસંગે માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે સંતરામ કેળવણી મંદિરથી પદયાત્રાને ફ્‌લેગ ઓફ કરાવી હતી. ત્યારબાદ ધારાસભ્ય સહિતના તમામ મહાનુભાવોએ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલ જન્મસ્થળ સ્મારક સ્થિત ગાંધીજીની પ્રતિમા અને સરદાર પટેલના ફોટોને સુતરની આંટી પહેરાવી જનકલ્યાણના કામો કરવા પ્રાર્થના કરી હતી.

આ પદયાત્રામાં માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ પ્રાંત અધિકારી કલ્પેશ સુવેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, રમતગમત અધિકારી લક્ષમણસિહં, આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ, નગરપાલિકા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના કર્મચારીઓ, સંતરામ કેળવણી મંદિરના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.