Western Times News

Gujarati News

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા વિદેશમાં હોલિડે માણતા દેખાયા

મુંબઈ, સાઉથ સ્ટાર નાગાર્જુનના દીકરા અને એક્ટર નાગા ચૈતન્યનું નામ છેલ્લા ખાસ્સા ટાઈમથી એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે જાેડાઈ રહ્યું છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ બંનેમાંથી એકેય મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

દરમિયાન, સોશિયલ મીડિયા પર નાગા ચૈતન્ય અને શોભિતાની એક તસવીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંને વિદેશમાં વેકેશન ગાળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા બંને બ્લેક રંગના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. શોભિતાએ બ્લેક રંગનું જેકેટ અને કેપ પહેર્યા છે.

જ્યારે નાગા ચૈતન્ય પણ વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક જેકેટમાં દેખાઈ રહ્યો છે. તસવીરમાં બંને એકસાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે, આ તસવીર ફેન્સે એડિટ કરેલી છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને એડિટ કરી હોવાના પુરાવા પણ આપી રહ્યા છે.

તેમનું કહેવું છે કે, આ અલગ-અલગ લોકેશનની તસવીર છે અને તેને જાેડી દેવામાં આવી છે. નાગા ચૈતન્ય ૨૦૧૫માં સમંતા રૂથ પ્રભુ સાથે રિલેશનશીપમાં હતો. બંનેએ બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા.

લગ્નના ચાર વર્ષ પછી બંનેએ ૨૦૨૧માં સંબંધનો અંત આણ્યો હતો. આ વર્ષે સમંતા અને નાગા ચૈતન્યના ડિવોર્સની ખૂબ ચર્ચા થઈ હતી. શોભિતાની વાત કરીએ તો, તેણે તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેણે ૨૦૧૩માં ફેમિના મિસ ઈન્ડિયા અર્થનું ટાઈટલ જીત્યું હતું. તેણે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘રમણ રાઘવ ૨.૦’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. શોભિતાને વેબ સીરીઝ ‘મેડ ઈન હેવન’ થકી પોપ્યુલારિટી મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.