Western Times News

Gujarati News

આલિયા અને રણબીર જાતે રાખી રહ્યા છે દીકરીનું ધ્યાન

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટ્‌સ ડ્યૂટી નિભાવવામાં વ્યસ્ત છે. ૬ નવેમ્બરના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે રાહા પાડ્યું છે. મોટાભાગના સેલિબ્રિટી તેમના ઘરે બાળકોનો જન્મ થતાં જ આયા રાખી લે છે અને તેઓ જ વધારે તેમને સાચવે છે.

પરંતુ રિપોર્ટ્‌સ પ્રમાણે, આલિયા અને રણબીરના કેસમાં તેવું નથી. તેમણે દીકરીની કાળજી અને ધ્યાન રાખવા માટે હાલ કોઈ મદદ લીધી નથી. તેઓ તેમની રીતે જ સંભાળ રાખી રહ્યા છે. દિવસ જતાં જેમ તે મોટી થઈ રહી છે તેમ બંનેનો તેના પ્રત્યેનો ઉત્સાહ અને પ્રેમમાં પણ વધારો થઈ રહ્યો છે.

બંને જે રીતે રાહા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તે જાેઈને દાદી નીતૂ કપૂર અને નાની સોની રાઝદાનને પણ નવાઈ લાગી રહી છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, ‘નીતૂ કપૂર અને સોની રાઝદાન હંમેશા નાનકડી રાહા માટે હાજર રહે છે. પરંતુ આલિયા અને રણબીર તેના બધા જ કામ જાતે કરી રહ્યા છે.

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન દરમિયાન રણબીરે કહ્યું હતું તેમ તે શીખી રહ્યો છે અને બેસ્ટ પપ્પા બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક મા પોતાના બાળક માટે જે કરે તે બધું જ પિતા તરીકે રણબીર કરી રહ્યો છે’. આલિયા અને રણબીર આમ તો ક્યૂટ કપલ છે જ પરંતુ જ્યારે દીકરીને સાચવવાની વાત આવે ત્યારે તેઓ સાથે વધારે ક્યૂટ લાગે છે.

બે દિવસ પહેલા જ આલિયા ભટ્ટે એક તસવીર શેર કરીને ખૂબ જ અનોખા અંદાજમાં દીકરીના નામની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું ‘રાહા નામના (તેના અદ્દભૂત અને ચતુર દાદીએ પસંદ કર્યું છે) ઘણા સુંદર અર્થ થાય છે. રાહાનો શુદ્ધ અર્થ દૈવી માર્ગ થાય છે.

સ્વાહિલીમાં આ નામનો અર્થ ખુશી થાય છે. સંસ્કૃતમાં રાહાનો અર્થ સમૂહ થાય છે. બંગાળીમાં આરામ અને રાહત થાય છે. જ્યારે અરબી ભાષામાં શાંતિ થાય છે. ઉપરાંત આ નામનો અર્થ ખુશી, આઝાદી અને પરમ સુખ થાય છે. પહેલીવાર જ્યારે અમે તેને હાથમાં ઊંચકી ત્યારે બધું જ અનુભવ્યું. રાહા અમારા પરિવારમાં પ્રાણ ફૂંકવા માટે તારો આભાર. એવું લાગે છે જાણે અમારી જિંદગી હજી શરુ જ થઈ છે’.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પાંચ વર્ષના રિલેશન બાદ આ વર્ષના એપ્રિલમાં ઘરે જ લગ્ન કર્યા હતા, જેમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નના બે મહિના બાદ એટલે કે જૂનમાં એક્ટ્રેસે અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.