નાગાલેંડમાં ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી ૧૩ લોકોનાં મોત
નાગાલેન્ડ, ભારતના પૂર્વોત્તરનાં રાજ્ય નાગાલેંડમાં શનિવારે રાતે ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધી ૧૩ લોકોનાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે જે સંખ્યા વધી પણ શકે છે. આ ઘટના બાદ આખા રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને અસ્થિરતા સર્જાઇ હોય તેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગ્રામીણોએ સેનાનાં વાહનોમાં આગચંપી કરી છે. Nagaland: At least 13 villager were killed today in a case of “mistaken identity” in Oting village in Mon district of Nagaland that borders Myanmar after a counter-insurgency operation went awry, said sources. A security force jawan also killed in the incident
નાગાલેંડનાં મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને સમગ્ર મામલે જીૈં્ ની રચના કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોન જિલ્લામાં થયેલ ઘટના અત્યંત નીંદનીય છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમણે ટિ્વટ કરીને કહ્યું કે નાગાલેન્ડમાં થયેલ ફાયરિંગની ઘટનાથી ખૂબ વ્યથિત છું અને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય જીૈં્ આ ઘટનાની તપાસ કરીને ન્યાય આપવામાં આવશે.
નોંધનીય છે કે મોન જિલ્લાના ઓટિંગમાં તીરું ગામમાં હુમલાખોરોએ પિકઅપ ટ્રક પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર આ ઘટના શનિવારે સાંજે ચાર વાગ્યાની છે પર્ણતુ જ્યારે આ લોકો ઘરે પહોંચ્યા તર ત્યારે ગામમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા, લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો લોહી લુહાણ હાલતમાં લોકોના શબ વિખરાયેલા પડ્યા હતા. ઘટનાનાં સમાચાર ફેલાયા બાદ આખા વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને કેટલીક ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ સામે આવી છે.