Western Times News

Gujarati News

રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભયાનક પરિણામો આવશેઃ અમેરિકા

વોશિંગ્ટન, યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવમાં હવે અમેરિકા કૂદી પડ્યુ છે. વ્હાઇટ હાઉસ દ્વારા રશિયાને એવી ચેતવણી આપવામાં આવી છે કે જાે તે પોતાના પડોશી દેશ યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા તેની સામે કાર્યવાહી કરશે અને તેના ભયાનક પરિણામો આવી શકે છે. આમ હવે રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાએ ઝુકાવતાં આ બે દેશનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં પરિણમે એવી દહેશત ઊભી થઇ છે.

યુક્રેને શુક્રવારે દાવો કર્યો હતો કે રશિયાએ સરહદ પર ૯૪ હજારથી વધુ સૈનિકો તહેનાત કર્યા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં સૈનિકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની આશંકા છે. આ મુદ્દે વ્હાઇટ હાઉસ તરફથી રસિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું નિવેદન આપવામાં આવ્યુ છે.

યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેક્સી રેજનિકોવએ જણાવ્યુ છે કે, સરહદ નજીક અને ક્રિમીઆમાં રશિયન સૈનિકોને સંખ્યા ૯૪ હજારથી વધુ હોવાનો અંદાજ છે. અમારી ગુપ્તચર એજન્સીઓના વિશ્લેષણથી જાણવા મળ્યુ છે કે રશિયા મોટા પાયે સૈનિકો તહેનાત કરી શકે છે. આવતા વર્ષ સુધીમાં સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.

વ્હાઇસ હાઉસના પ્રવક્તા જેન સાકીએ જણાવ્યું હતું કે, જાે રશિયા તરફથી યુક્રેન વિરૂદ્ધ કોઇ કાર્યવાહી થઇ તો જાે બિડેન પ્રશાસન હસ્તક્ષેપ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.