બાબરા તાપડીયા આશ્રમ ખાતે નંદી મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી
અમરેલી જિલ્લાના બાબરામાં બાબરા તાપડિયા આશ્રમ ખાતે આશ્રમની પ્રતિષ્ઠાના ચાર વર્ષ પૂર્ણ થતા તેમજ તાપડેશ્વર મહાદેવની સામે નંદી અને કાચબાની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે નંદી રાજસ્થાનથી લાવવામાં આવેલ અને અમરેલી જિલ્લામાં પ્રથમ એટલે કે બાબરા ગામે નંદી મહારાજની તાપડિયા આશ્રમમાં સ્થાપના કરેલ છે તે નંદી મહારાજની પણ પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી.
દાતાઓ મહેન્દ્રભાઈ માળી, અરવિંદભાઈ માળી, મનુભાઈ કેવડીયા, અશોકભાઈ માળી તરફથી આ નંદી લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાબરામાં તાપડિયા આશ્રમ ધામ તરીકે પ્રખ્યાત થયેલ છે આ તકે રાજકોટના ઠેબસરા ગામના આશાપુરા મંદિરના સંત પદુ બાપુ હાજર રહ્યાં હતાં.