Western Times News

Gujarati News

સ્કૂલમાં પગરખાં વગર જવુ પડ્યું, રાત્રે ભૂખ્યા પેટે ઉંઘયા આજે રૂ. 4550 કરોડનું સામ્રાજ્ય

Narendra Raval

આપણી આસપાસ ‘રંકમાંથી અમીર’ થયેલા લોકોનાં અનેક ઉદાહરણો હશે, પરંતુ નરેન્દ્ર રાવલની  ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. એવા સમયે કે જ્યારે માત્ર એક ટંકનુ ભોજન લકઝરી ગણાતુ હતું, એવી સ્થિતિમાંથી આફ્રિકાના સફલ ઉદ્યોગસાહસિક બનવાની વાત તેમના વિશે ઘણું બધુ કહી જાય છે. નરેન્દ્ર રાવલ ગુરૂના લોકપ્રિય નામથી જાણીતા છે. તે સ્વબળે ઘણા આગળ વધ્યા છે.

Smt Nita Raval, Dr Narendra Raval, Shri Nitinbhai Patel, Shri Kaushikbhai Patel, Mr Sarvana Kumar of Bank of Baroda, kenya. 

નરેન્દ્રભાઈનો જન્મ ગુજરાતમાં મોરબી નજીક (Born in Mathak village of Morbi, Gujarat)  આવેલા મથક ગામે પરંપરાગત રીતે સુખી ગુજરાતી પરિવારમાં થયો હતો, પણ કેટલીક ઓચિંતી ઘટનાઓને કારણે તેમના પરિવારને ખૂબ જ કપરા કાળમાંથી પસાર થવુ પડયું, એવો સમય પણ આવી ગયો કે નરેન્દ્રભાઈએ (Narendra Raval) સ્કૂલમાં પગરખાં વગર જવુ પડ્યું હોય કે રાત્રે ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યુ હોય તેવુ અનેક વાર બન્યુ હતું. આમ છતાં તેમણે સપનાં જોવામાં કોઈ કસર રાખી ન હતી.

નરેન્દ્ર રાવલે  14 વર્ષના થયાં ત્યાં સુધી સુરેન્દ્રનગરમાં અને 17 વર્ષના થયાં ત્યાં સુધી ભૂજમાં અભ્યાસ કર્યો. નરેન્દ્રભાઈ એક મંદિરમાં સહાયક પૂજારી થવા માટે કેન્યા પહોંચ્યા. તેમણે 3 વર્ષ સુધી મંદિરમાં સેવા આપી. પરંતુ થાક સમયમાં તે નોકરી વગરના થઈ ગયા. તેમને સ્ટીલનો વેપાર કરતી એક કંપનીમાં નોકરી મળી. પરંતિ કિસ્મતે તેમની સાતે મજાક કરવાનુ ચાલુ રાખ્યું હતું. એ સ્ટીલ કંપની બંધ થઈ ગઈ.

પરિસ્થિથી હારી નહી જવાનો સ્વભાવ ધરાવનાર નરેન્દ્રભાઈએ સ્ટીલ ટ્રેડીંગ કંપની (Started Steel Trading Company) શરૂ કરી અને એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં તે કેન્યામાં ખૂબ જાણીતુ નામ બની ગયા. થોડાક સમય પછી તેમણે સ્ટીલ રોલીંગ કરતી દેવકી સ્ટીલ મીલની સ્થાપના કરી. એ પછી તેમણે પાછાવળીને જોયુ નથી. તેમણે ટૂંક સમયમાં આફ્રીકામાં (Roofing Factories, Cement Plant and other businesses started in Africa )રૂફીંગ ફેકટરીઓ, સિમેન્ટ પ્લાન્ટ અને  અન્ય બિઝનેસ ઉભા કર્યા.

હાલમાં દેવકી ગ્રુપ  કે જે 650 મિલિયન ડોલર (આશરે રૂ. 4550 કરોડ) નું ગણાય છે અને તેની ગણના આફ્રિકાનાં સૌથી મોટાં બિઝનેસ હાઉસમાં થાય છે. ફોર્બઝની આફ્રિકાની સૌથી વધુ 50 ધનિકોની યાદીમાં તેમનો સમાવેશ થયો છે. તે 4,000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

સમાજને કશુંક પરત આપવાની ભાવના સાથે નરેન્દ્ર રાવલ સખાવતી પ્રવૃત્તિમાં ધ્યાન આપતા રહે છે. તેમણે આફ્રીકામાં સંખ્યાબંધ અનાથ આશ્રમ શરૂ કર્યા છે અને વિવિધ સખાવતી પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થઈ રહ્યા છે. તેમના યોગદાનની કદર કરીને કેન્યામાં જેની સરકારના સર્વોચ્ચ એવોર્ડઝમાં સમાવેશ થાય છે તેવો  ‘Elder of the Burning Spear’નો એવોર્ડ એનાયત કરાયો  છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.