Western Times News

Gujarati News

ઓઢવમાં બે સ્થળોએ તસ્કરો ત્રાટક્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓના પગલે પોલીસતંત્ર એલર્ટ પર છે શહેરમાં પેટ્રોલીંગના દાવા પણ કરવામાં આવે છે શહેરના છેવાડાના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે શહેરના ઓઢવ વિસ્તારમાં એક જ દિવસમાં ચોરીની બે ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.


આ અંગેની વિગત એવી છે કે ઓઢવ ગામમાં અમૃત વિદ્યાલયની પાસે આવેલા ચુનારાવાસમાં રહેતા નવઘણભાઈ ચુનારા કોઈ પ્રસંગમાં ઘરને તાળુ મારીને બહાર ગયા હતા આ દરમિયાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઘરના દરવાજાનુ તાળુ તોડી ઘરમાં રહેલી તીજારીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧.પ૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં નવઘણભાઈ ઘરે આવ્યા

ત્યારે ઘરના દરવાજાનું તાળુ તુટેલુ જાવા મળતા તેઓ ચોંકી ઉઠયા હતાં અને અંદર તપાસ કરતા તીજારીમાં તમામ માલ સામાન વેરવિખેર જાવા મળ્યો હતો તથા તેમાંથી ચોરી થયાનું પણ માલુમ પડયું હતું જેના પગલે તાત્કાલિક ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ પણ સ્થળ પર પહોચી ગઈ હતી અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીની બીજી ઘટના ઓઢવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી નિકોલમાં આવેલા વલ્લભ બંગ્લોઝની સામે શિવાલય બંગ્લોઝમાં રહેતા કાંતિભાઈ પટેલની ઓઢવ જીઆઈડીસી ખાતે ફેકટરી આવેલી છે

ઓઢવ જીઆઈડીસી ભીક્ષુ ગૃહની બાજુમાં અમર એસ્ટેટમાં આવેલા તેમના કારખાનાનું શટલ તોડીને તસ્કરો ૧પ૦ કિલો કોપર વાયરનો જથ્થો ચોરી કરી ફરાર થઈ ગયા હતાં આ વાયરના જથ્થાની કુલ કિંમત રૂ.૧ લાખ કરતા પણ વધુ થવા જાય છે. આ અંગે કાંતિલાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.  બંધ મકાનનું તાળુ તોડી રૂ.૧.પ૦ લાખની મત્તાની ચોરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.