નર્મદાના નીરથી તબાહી, SITની રચના કરી કોંગ્રેસની ન્યાયિક તપાસની માગ
ભરૂચ, નર્મદાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. કોંગ્રેસ નેતાઓએ અસરગ્રસ્તોની વેદના અને વ્યથા સાંભળી હતી. પૂરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે અને માનવસર્જિત આફતની SITની રચના કરી ન્યાયિક તપાસની કરવાની કોંગ્રેસ પક્ષ માગ કરી હતી.
દક્ષિણ ગુજરાતના નર્મદા, અંકલેશ્વર, ભરૂચ સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પૂરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. કોંગ્રેસનો આરોપ છે કે, આ માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યા છે. કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું છે.
પૂરગ્રસ્ત બનેલા નર્મદા ભરૂચ જિલ્લાના નાગરિકોની મુલાકાત અને સ્થાનિક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ ભરૂચ, નર્મદા જિલ્લાની આજ રોજ મુલાકાત લીધી હતી અને ભરૂચ-નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળી હતી અને આંખે દેખ્યો તારાજીનો ચિતાર મેળવ્યો હતો.
નર્મદા ડેમમાંથી છોડાયેલા ૧૮ લાખ ક્યૂસેકથી વધુ પાણીએ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જી છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા શુક્લતીર્થ, કડોદ તેમજ ભરૂચના દાંડિયા બજાર સહિત અન્ય વિસ્તારોમાં ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી.
અસરગ્રસ્ત લોકોને તબાહીમાં હજુ સુધી કોઈ સરકારી સહાય મળી ન હોવા અંગે સ્થાનિક લોકોએ આકોશ વ્યક્ત કર્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક લોકોની તંત્ર, સરકાર સામેનો આક્રોશ અને વેદના સાંભળી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળએ સાંભળી હતી. ભરાયેલા પાણી ઉતર્યા બાદ પણ કોઈ સહાય ન ચૂકવતા લોકોમાં મોટો રોષ જાેવા મળ્યો છે. જે ભાજપના જિલ્લા પ્રભારી મંત્રી પર લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ, પૂર્વ મંત્રી કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ બિમલ શાહ, મહામંત્રી બળદેવભાઈ લુણી સહિતના ભરૂચના કોંગ્રેસ સ્થાનિક અગ્રણીઓએ પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી.SS1MS