વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં ભેખડ પરના બે મકાન નર્મદા નદીમાં ધસી પડયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં ભેખડ પર આવેલા બે મકાનો એકા એક નર્મદા નદીના ઢસડી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ વઢવાણા ગામે નવાપુરા ફળિયામાં રહેતા મંગાભાઈ શનાભાઈ વસાવા, તેમજ ચીમનભાઈ ચુનીયાભાઈ વસાવાનાઓનું મકાન નર્મદા નદી કિનારે આવેલું છે,
ચાલુ વર્ષ નર્મદા કિનારા પર ભારે જમીન ધોવાણ થઈ રહ્યું હતું જેના કારણે આ મકાનો ભેખડ ધસડવાના કારણે તૂટી પડ્યા હતા. મકાનમાં રહેલ ઘર વખરીનો સામાન નર્મદા નદીમાં દબાઈ ગયો હતો. મકાન માલિકો સમય સૂચકતા સાચવી બહાર નીકળી જતા કોઈ જાન હાની થવા પામી ન હતી. અસરગ્રસ્ત મકાન માલિકો એ સરકાર પાસે આવાસ યોજનામાં માંથી મકાન તેમજ બીજી કોઈ અન્ય સહાય મળે તેવી માંગ કરી હતી,
અને હાલ પૂરતી તેઓના રહેવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.આ જગ્યાની આજુ બાજુ અન્ય મકાનો પણ ભવિષ્યમાં નર્મદામાં ઢસડી પડે એવી દહેશત વર્તાઈ રહી છે. મકાન ધસડી પડતા? અસરગ્રસ્ત મકાન માલિકોની જીલ્લા પંચાત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારો યોગ્ય સહાય મળે તે માટે તલાટી અને સરપંચને જરૂરી સૂચનો કર્યા હતા.