અજીત પવાર સાથે NCP સહમત નથી : શરદ પવાર
મુંબઈ: અજીત પવાર છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત ખાનગીરાહે ભાજપના સંપર્કમાં હતાં તેવુ ચિત્ર ઉપસી રહયું છે ત્રણેય પક્ષોના નેતાઓ વચ્ચે સતત મડાગાંઠના પગલે સ્થિર સરકાર રચી શકાય તેમ ન હતી ત્યારે બીજીબાજુ ભ્રષ્ટાચારના અનેક કેસોમાં એનસીપી તથા કોંગ્રેસના નેતાઓ પર તપાસની તલવાર લટકતી હતી
અજીત પવારને પણ તાજેતરમાં જ શરદ પવારની સાથે સાથે ઈડીની નોટીસ મળી હતી આ પરિÂસ્થતિમાં હવે સરકારમાં સત્તાધારી ભાજપ સાથે બેસવુ પણ જરૂરી બની ગયું હતું. આ પરિÂસ્થતિ વચ્ચે અજીત પવારે સમગ્ર ખેલ પાડી દીધો હતો આ ઘટનાક્રમ બાદ શરદ પવારે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર બનાવવા માટે અજીત પવારે ટેકો આપ્યો છે તે તેનો પોતાનો છે જેની સાથે એનસીપી સહમત નથી અને તે પોતે પણ આ સમગ્ર બાબતથી સાવ અજાણ હતાં.
ncp is not agreed with Ajit pawar’s decision : Sharad Pawar latest news in gujarati