Western Times News

Gujarati News

ઈન્ટરનેટના વ્યસની બનેલા બાળકો માટે માતા-પિતાએ ચિંતા કરવાની આવશ્યકતા

કુમળા બાળકોને સાયબર અપરાધીઓથી બચાવવા માટે તંત્ર કડક પગલાં ભરે- બાળકોના વડીલો જરાપણ બેપહરવાહ ના બને

બાળકો અને સ્ત્રીઓ ફોટા મૂકીને સોશિયલ મીડિયા કુસેવા કરે છે. એમ બેડડક કહી શકાય. સમાજના અગ્રણીઓ અને ચિંતકોની ફરિયાદ છે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, બ્લોક વિગેરે પ્લેટફોર્મ પર બાળકોને લગતા જોકસ, ચિત્રવિચિત્ર ફોટાઓ, સ્ત્રી-પુરૂષોના જોકસ, ગંદા બેહુદા ફોટાઓ બેસુમાર રીતે મૂકાય છે. કોઈ કહેનાર નથી. તંત્ર બધુ જ ચલાવે છે. અÂગ્નકાંડમાં હોમાઈને નિર્દોષ બાળકો મરી ગયા.

અહીં ફેસબુક અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રોજ નિર્દોષ બાળકોનો ઉપયોગ કરીને તેમની જીંદગી સાથે ખિલવાડ કરાય છે. જીવતેજીવ આ બાળકો મોબાઈલના રવાડે ચઢી ગયા તેવા નાટક ચેટક અને ટીકટોકનો ભોગ બનીને જાણે અજાણે ખુદને બરબાદીની ખાઈમાં ધકેલી રહ્યા છે. વાલીઓ પણ ખુશ થાય છે. વાહ… અમારા રતન તો ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ પર ચમકીને નામ અને દામ કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયાનો બેફામ અને અવિચારી ઉપયોગ થઈ રહ્યો છે.

અહીં નથી સંયમ જળવાતો કે કોઈ પ્રકારનો વિવેધ. ઘરન વડીલો બાળકોને મોબાઈલ પકડાવી ખુદ પોતાના કાર્યક્રમોમાં ઓતપ્રોત થઈ જાય છે. તેઓ મોબાઈલમાં લાઈક, કમેન્ટ, મેસેજ વિગેરેમાં આંગળીના ટેરવા ગોઠવીને ખુદના સમયની બરબાદી કરે છે. તેમને આવું કરતાં શરમ નથી આવતી. તેમના ઉગીને ઊભા થતાં દિકરા દીકરી વડીલોનું અનુકરણ કરે છે. તેઓ ક્ઢંગી મુવી જુએ છે. થર્ડકલાસ ટીકટોક અને જોકસ જુએ છે.

યુ-ટયુબ પર આવતા વિચિત્ર અશ્લીલ ચિત્રો જુએ છે. અવનવી ગેમ રમે છે અને એકલા એકલા હોઠ મલકાવે છે. તેમને મોબાઈલ પર લાગેલા જોઈને ઘરના શ્રીમાન શ્રીમતી પાર્ટીઓમાં પહોંચે છે. હોટલોમાં જાય છે. જાતજાતના સમારોહમાં હાજરી પુરાવે છે. દિકરા-દીકરી શું કરે છે, શું નહીં તેની કોઈ ચિંતા કરતું નથી. ઈન્ટરનેટ પર ઘણા યુઝર્સ લાગેલા રહે છે. વડીલો જ ગમે તેવા કાર્યક્રમો મોબાઈલમાં જોયા કરે છે તો પણ બાળકોના કુમળા માનસની ચિંતા કોઈ કરે.

બીજી પણ એક તકલીફ ઊભી થઈ છે. ડિઝિટલ દુનિયામાં ગંદી તસવીરો અને ગંદા શબ્દોના પ્રસ્તુતિ થઈ રહી છે. તેની ચિંતા છે. છેતરપિંડીની નવાઈ નથી. સાઈબર અપરાધીઓ કામે લાગી ગયા છે. ભોળા નિર્દોષ લોકોના એકાઉન્ટ તેઓ ખાલી કરી રહ્યા છે. અહીં ઈન્ટરનેટ મજબૂત બને તો ગોલમાલના ધંધા બંધ થાય એ વિષયે વાત કરીએ.

બાળકોની સાથે ઓનલાઈન દૂરાચરણની તસવીરો સામે આવી રહી છે. એક તાજા અભ્યાસ અનુસાર ગત ૧ર મહિનામાં જ દુનિયાભરમાં ત્રીસ કરોડથી વધુ બાળકો (૧૮ વર્ષથી ઓછી ઉંમરના) ઓનલાઈન યૌન શોષણ અને દુર્વ્યવહારના શિકાર બન્યા છે. આ ચોંકાવનારા આંકડાનું મોટું કારણ એ પણ છે કે સોશિયલ નેટવ‹કગ પણ બાળકોને જીવનનો મહત્ત્વનો હિસ્સો બની રહ્યું છે.

ભારતમાં પણ મોટી સંખ્યામાં બાઈકો સાઈબર બુલિંગના શિકાર બને છે. પરંતુ એનાથી કઈ રીતે બની શકાય એ બાબતમાં એમને જાણકારી જરા પણ નથી. એટલે બાળકો સાઈબર અપરાધીઓના સૌથી સરળ નિશાના પર રહે છે. યુનિવર્સિટી ઓફ એડિશબર્ગના ચાઈલ્ડ સેફટી ઈન્સ્ટીટયુટના અભ્યાસમાં આ ચિંતા પ્રગટ થાય છે. ઈન્ટરનેટ પર વધારે સમય પસાર કરવો પણ બાળકો માટે ખતરારૂપ બનીને સામે આવ્યું છે.

જેમાં તેઓ યૌન શોષણ, અશ્લીલ તસવીરોના આદાન-પ્રદાન તથા સાઈબર ધમકીનો સામનો કરવા જેવા મામલાના શિકાર બની રહ્યા છે. એનું પણ મોટું એક કારણ છે બાળકો માટે ઈન્ટરનેટની જરૂરિયાત પોતાની જગ્યાએ છે. એની જરૂરિયાતને પણ ખતમ કરી શકાય છે. પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે કઈ પ્રકારની સાવધાની રાખવી જોઈએ એ દિશામાં જેટલું કામ થવું જોઈએ તેટલું થયું નથી.

બાળકો સાઈબર અપરાધીઓનો આસાન શિકાર બની રહ્યા છે. ચાઈલ્ડ સેકસુઅલ બયુઝ મટિરિયલ (સીએસએએન)ના હોસ્ટીંગના મામલા સર્વાધિક એશિયામાં નોંધાઈ રહ્યા છે. સ્પષ્ટ છે કે, ભારત પણ એવા મામલાઓથી બચી શકયું નથી. ચિંતા પણ એ વાતની છે કે આ પ્રકારના અપરાધોના શિકાર બાળકો અને નિર્દોષ બાલિકાઓ બની રહ્યા છે. બાળકોના હાથોમાં ઈન્ટરનેટના ઉપયોગવાળા ઉપકરણો કેટલા જરૂરી છે એ વડીલો જ નક્કી કરી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.