અમેરિકાના H-1B વિઝા માટે નવું રજિસ્ટ્રેશન ૬ માર્ચથી શરૂ
વોશિંગ્ટન, નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે અમેરિકાએ H-1B વિઝાની પ્રોસેસમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ વિઝા માટે કેટલીક કંપનીઓ ફ્રોડ કરતી હોવાનું અમેરિકન સરકારના ધ્યાનમાં આવ્યું છે. તેના કારણે નિયમોમાં સુધારા કરવાની ફરજ પડી છે.
વર્ષ ૨૦૨૫ માટે H-1B વિઝાનું રજિસ્ટ્રેશન ૬ માર્ચથી શરૂ કરવામાં આવશે. આ વિઝા દ્વારા અમેરિકન કંપનીઓ સ્પેશિયલ લાયકાત ધરાવતા લોકોને વિદેશથી અમેરિકા બોલાવતી હોય છે.
ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરમાં H-1B વિઝાધારકો વગર અમેરિકાનું કામ ચાલે તેમ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ૨૦૨૫ માટે H-1B વિઝાનું રજિસ્ટ્રેશન ૬ માર્ચથી ૨૨ માર્ચ ૨૦૨૪ સુધી ચાલશે. જે કંપનીઓ વિઝા માટે પિટિશન કરવા માગતી હોય તેમણે USCISના ઓનલાઈન એકાઉન્ટનો ઉપયોગ કરવાનો રહેશે.
આ ઉપરાંત બાઈડેન વહીવટીતંત્રે H-1B વિઝાની ફીમાં જે રીતે વધારો કર્યો છે તેનાથી ઈમિગ્રેશન લોયર્સ એસોસિયેશન નાખુશ છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે H-1B visa પ્રોગ્રામ માટે બે નવા ફાઈનલ રૂલ બનાવ્યા છે. તેના આધારે અમેરિકન કંપનીઓ વિદેશી વર્કરને ભરતી કરી શકશે, પરંતુ તેની ફી વધારે રહેશે. એક નિયમ પ્રમાણે વિઝા ફીમાં મોટો વધારો થયો છે.
૨૦૧૬ પછી પહેલી વખત વિઝા ફી ૧૦ ડોલરથી વધારીને ૧૧૦ ડોલર કરવામાં આવી છે. H-1B visa માટેની રજિસ્ટ્રેશન ફી ૧૦ ડોલરથી વધીને ૨૧૫ ડોલર રહેશે. બીજા રુલ પ્રમાણે H-1B કેપની લોટરી પ્રોસેસ પણ બદલાઈ રહી છે. તેમાં વિઝાની સંખ્યા વાર્ષિક ૬૫,૦૦૦ નક્કી કરવામાં આવી છે અને અમેરિકન માસ્ટર્સ ડિગ્રી અથવા તેનાથી ઉપરની ડિગ્રી હોય તો તેવા લોકો માટે ૨૦,૦૦૦ વિઝા રખાયા છે.SS1MS