Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૧૩,૨૦૩ કોરોના વાયરસના નવા કેસ

નવીદિલ્હી, ભારત હવે દુનિયાના તે ટૉપ-૧૫ સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે, જ્યાં કોરોનાના કારણે દરરોજ સૌથી વધુ મોત થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે ૨૪ કલાકમાં કોરોનાના કારણે થતા મોતની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, ભારતમાં કુલ ૧૬,૧૫,૫૦૪ લોકોને કોરોના વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩,૨૦૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૩૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૬૭,૭૩૬ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૩ લાખ ૩૦ હજાર ૮૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૩,૨૯૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૮૪,૧૮૨ એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૬.૮ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૩,૪૭૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯, ૨૩,૩૭, ૧૧૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં માત્ર ૫,૭૦,૨૪૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.