Western Times News

Gujarati News

બાળકોની ઉંમર ખેલકૂદની છે, પરંતુ જે કારનામાં તેમણે કર્યા છે તે મોટા કરી શકતા નથી: મોદી

નવીદિલ્હી, બાળકોની ઉંમર ખેલકૂદની છે, પરંતુ જાે કારનામાં તેમણે કર્યા છે તે મોટા-મોટા કરી શકતા નથી. પોતાનો જીવ દાવ પર મૂકીને બીજાને બચાવવા રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સમ્માનિત કર્યા.

તેમાંથી ત્રણને બહાદુરી માટે સમ્માન મળ્યું છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર બાળકો સાથે વાત કરી.

કામેશ્વર જગન્નાથ વાઘમારે એ બાળકો માટે દેવદૂત બનીને આવ્યો હતો જે નદીમાં ડૂબી રહ્યા હતા. વાત એમ છે કે એક દિવસ કંધાર તાલુકામાં ઘોડા ગામની પાસે વહેતી નદીમાં ત્રણ બાળકો નાહી રહ્યા હતા. વમળમાં ફસાતા ત્રણેય લોકો ડૂબ્યા.

કામેશ્વર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેણે જેવા બાળકોને ડૂબતા જાેયા કે એક પળનો પણ વિચાર કર્યા વગર નદીમાં છલાંગ મારી દીધી. બે બાળકોને બચાવામાં સફળતા મળી પરંતુ ત્રીજાનું મોત થઇ ગયું હતુંય આ વાતનો અફસોસ કામેશ્વરને આજે પણ છે. તેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરે પણ સમ્માનિત કરી ચૂકયા છે.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રહેતી કુંવર દિવ્યાંશ સિંહ ની ઉંમર ૧૩ વર્ષની છે. પરંતુ તેણે જે કર્યું તેની હિંમત મોટા-મોટા જાેઇ શકતા નથી. આ એક દિવસ સ્કૂલેથી પાછો આવી રહ્યો હતો. સાથો સાથ તેની નાની બહેન અને કેટલાં બાળકો રમતા હતા.

એક આખલાએ તેના પર હુમલો કરી દીધો. નાની બહેનને ફસાતી જાેઇ દિવ્યાંશે પોતાની બેગને હથિયાર બનાવી અને આખલા સામે લડ્યો. આખરે તે આખલાને ત્યાંથી ભગાડવામાં સફળ રહ્યો. દિવ્યાંશને આ કારનામા માટે રાષ્ટ્રીય અને રાજકીય સ્તર પર ઘણા પુરસ્કાર મળ્યા છે. આ વર્ષે તેને ‘બહાદુરી કેટેગરી’માં સમ્માન મળ્યું છે.

કોરોના વાયરસના લીધે આખા દેશમાં જ્યારે લોકડાઉન હતું તે સમયે ૧૫ વર્ષની જ્યોતિ કુમારી ગુરૂગ્રામમાં રહેતી હતી. પિતા બીમાર હતા અને કામ ધંધો કંઇ નહોતો, તો ભૂખ્યા રહેવાની નોબત આવી ગઇ. જ્યોતિએ હિંમત દેખાડી.

 

બીમાર પિતાને પાછળ બેસાડી અને એક સેકન્ડ-હેન્ડ સાઇલના પેડલ મારવાનું શરૂ કરી દીધું. મંજિલ હતી બિહારનું દરભંગા જિલ્લા. જ્યોતિ સતત સાત દિવસ સુધી સાઇકલ ચાલતી રહી. વચ્ચે-વચ્ચે કયાંક કરતી.

 

અંદાજે ૧૨૦૦ કિલોમીટરની આ સફર જ્યારે પૂરી થઇ ત્યારે જ્યોતિએ આખા દેશની મીડિયામાં છવાઇ ચૂકી હતી. જ્યોતિના વખાણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકાએ પણ કર્યા હતા. તેના પર ફિલ્મ બનાવાની તૈયારીઓ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.