Western Times News

Gujarati News

ભારતમાં ૨૩.૫૫ લાખ લોકોને અપાઈ કોરોનાની વેક્સિન

પ્રતિકાત્મક

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં કોવિડ વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધીમાં ૨૩.૫૫ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ દેશમાં સંક્રમણનું જાેર પણ નબળું પડી રહ્યું હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૬૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૨૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૦૧,૧૯૩ થઈ ગઈ છે. ભારતમાં કોવિડ-૧૯ ની મહામારી સામે લડીને ૧ કરોડ ૩ લાખ ૭૩ હજાર ૬૦૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૩૦૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૭૩,૭૪૦ એક્ટિવ કેસો છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૩,૮૪૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૪૩,૩૮,૭૭૩કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૭,૨૫,૬૫૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણના અભિયાનની વચ્ચે કોરોનાના વળતા પાણી સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ ૩૫૩ જ નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે ૪૬૨ દર્દી સાજા થયા છે. જાેકે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૯૫,૯૦૯ વ્યક્તિને રસી મળી ચૂકી છે. આ અભિયાનમાં વધુ ૩,૭૮૭ વ્યક્તિનો ઉમેરો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.