Western Times News

Gujarati News

લાલ કિલા પર થયેલ હિંસા અને ધાર્મિક ઝંડો લગાવવાના સંબંધમાં રાજદ્રોહનો કેસ દાખલ

નવીદિલ્હી, દિલ્હી પોલીસે રાજધાનીમાં ગણતંત્ર દિવસ પ્રસંગે કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલા પર થયેલ હિંસા અને પ્રાચીર પર ધાર્મિક ઝંડો લગાવવાના સંબંધમાં રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા આઇપીસીની કલમ ૧૨૪ એ (રાજદ્વોહ) હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.આ પહેલા દિલ્હી પોલીસે સાસ કિલા પર થયેલ હિંસાના સંબંધમાં દાખલ એફઆઇઆરમાં પંજાબી અભિનેતા દીપ સિધ્ધુ અને ગેંગસ્ટેરથી સામાજિક કાર્યકર્તા બનેલ લકખા સિધાનાનું નામ પણ સામેલ કર્યું છે.

કેન્દ્રન ત્રણ નવા કૃષિ કાનુનોને રદ કરવાની માંગને લઇ મંગળવારે કિસા યુનિયનોએ ટ્રેકટર પરેડ કાઢી હતી અને આ દરમિયાન પાટનગર દિલ્હીના માર્ગો પર તે સમયે અરાજકતાની સ્થિતિ પેદા થઇ જયારે પ્રદર્શનકારીઓએ બેરિકેડ્‌સને તોડી નાખ્યા અને સુરક્ષા દળો સાથે ઝપાઝપી કરી હતી વાહનોને પલ્ટી નાખ્યા હતાં અને લાલ કિલા પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો હતો. દિલ્હી પોલીસે મંગળવારની હિસા માટે રાકેશ ટિકૈત,યોગેન્દ્ર યાદવ રાજિંદર સિંધ મેધા પાટકર બુટા સિંહ દર્શન પાલ અને બલવીર સિંહ રાજેવાલ સહિત ૩૭ કિસાન નેતાઓની વિરૂધ્ધ સમયપુર બાદલી પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર દાખલ કરી છે.

દિલ્હી પોલીસે મંગળવારે કિસાનોની ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં અત્યાર સુધી ૧૯ લોકોની ધરપકડ કરી છે અને ૨૫થી વધુ અપરાધિક મામલા દાખલ કર્યા છે. દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે બુધવારે કહ્યું હતું કે ૩૯૪ પોલીસ કર્મચારીઓ હિંસામા ધાયલ થયા છે અને તેમાંથી અનેક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. કિસાનોએ હિંસામાં અનેક જાહેર અને ખાનગી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડયુ હતું.

દિલ્હી પોલીસે ઘટનાના બે દિવસ બાદ ઇમિગ્રેશનનની મદદથી કેટલાક કિસાન નેતાઓની વિરૂધ્ધ લુકઆઇટ નોટીસ જારી કરી છે દિલ્હી પોલીસે એક યાદીમાં કહ્યું કે આ કિસાન નેતાઓના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવશે પોલીસે કહ્યું કે તેમનો પરેડ માટે નક્કી માર્ગ પર ન જવા અને કહેવાતા પરેડ સમય પહેલા શરૂ કરવાનો હેતુ ગણતંત્ર દિવસ પરેડને અવરોધ કરવાનો હતો પ્રદર્શનકારીઓએ તેના માટે હિંસાનો સહારો લીધો અને તેમનો જમાવડો કોવિડ ૧૯ને ધ્યાનમાં રાખી દિશા નિર્દેશોનું ભંગ પણ હતું પ્રદર્શનકારીઓએ દિલ્હીમાં પ્રવેશ રવા ાટે પોલીસ દ્વારા લગાવવામાં આવેલ જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું દિલહી પોલીસે આઇટીઓ પર થેલ આ ઘટનાનો ઉલ્લેખ કરતા કુલ ૨૨ એફઆઇઆર દાખલ કરી છે જયારે એક કિસાનનું ટરેકટર પલટી જતા મૃત્યુ થયું હતું.

ઉત્તર પ્રદેશના બાગપતમાં કૃષિ કાયદાઓની વિરોધમાં છેલ્લા ૪૦ દિવસથી ચાલી રહેલા ધરણાને પોલીસ પ્રશાસને બુધવારે અડધી રાત્રે ખતમ કરી દીધા. ડીએમ એન એસપીના ર્નિદશનમાં ધરણ સ્થળ પર પહોંચેલા અનેક પોલીસ સ્ટેશનના સ્ટાફે હળવો બળ પ્રયોગ કરીને ધરણા સ્થળ પર ઉપસ્થિત ખેડૂતાને હટાવી દીધા. નેશનલ હાઇવે ૭૦૯ પર ચાલી રહેલા ધરણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા હતા, જેમને પોલીસે ધરણા સ્થળથી દૂર કરી પરત ઘરે મોકલી દીધા.

દિલ્હીની સિંઘુ બોર્ડર પર સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતાં અને બોર્ડર ખાલી કરાવવાની માગણી કરતા પ્રદર્શન કરી રહ્યા હતાં. આથી સિંઘુ બોર્ડર પર પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પ્રદર્શન કરી રહેલા લોકો ‘તિરંગાનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન’, ‘સિંઘુ બોર્ડર ખાલી કરો’, ‘દિલ્હી પોલીસ સંઘર્ષ કરો હમે તુમ્હારે સાથ હૈ’, ‘ખાલિસ્તાન મુર્દાબાદ’ના નારા લાગી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ એમ પણ કહ્યું કે લાલ કિલ્લામાં તિરંગાનું અપમાન કરવામાં આવ્યું, જે અમે નહીં સહન કરીએ. અત્યાર સુધી અમે અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મદદ કરી રહ્યા હતા, પરંતુ ગણતંત્ર દિવસે જે ઘટના ઘટી તેનાથી ખુબ નારાજગી છે અને અમે વિરોધ કરી રહ્યાં છીએ.

લાલ કિલ્લા પર ખાલસા પંથનો ધ્વજ લગાવવા માટે લોકોને ઉશ્કેરવાના આરોપી ઠેરવામાં આવી રહેલા પંજાબી સિંગર દીપ સિદ્ધુએ પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે બુધવારે મોડી રાતે પોતાના ફેસબુક પેજ પર લાઈવ થઈને ખેડૂતોને ધમકી આપી. તેમણે કહ્યું કે,તમે મને ગદ્દારનું સર્ટિફીકેટ આપ્યું છે, જાે હું તમારી પોલ ખોલવાની શરૂ કરીશ તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો પણ નહીં મળે.સિદ્ધુએ કહ્યું કે, મારે એટલા માટે લાઈવ આવવું પડ્યું, કારણ કે મારા વિરુદ્ધ નફરત ફેલાવાઈ રહી છે. ઘણું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે. મે આટલા દિવસ બધું સહન કર્યુ કારણ કે હું નહોતો ઈચ્છતો કે આપણા આ સંઘર્ષને કોઈ નુકસાન પહોંચે, પણ તમે જે પડાવ પર આવી ગયા છે ત્યાં અમુક વાતો કહેવી જરૂરી બની ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.