Western Times News

Gujarati News

ગુજરાત વાલ્મીકી સંગઠને લોહીથી લખ્યું આવેદનપત્ર

મેઘરજ સફાઈ કામદારોની વીવીધ પડતર માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું 

મેઘરજ નગરની ગ્રામ પંચાયતની અંદર વર્ષોથી ૩૦ સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે આ કામદારોને કાયમી કરાયા નથી મેઘરજના કામદારો અગાઉ પોતાના અધિકારો માટે હડતાલ ઉપર ઉતર્યા હતા ત્યારે તેમની ચાર માગણીઓ પંચાયતની સામાન્ય સભા ૨૦૧૮માં ઠરાવ કરાયો હતો તેમ છતાં આજ દીન સુધી એક પણ પ્રશ્ન હલ કરવામાં આવ્યો નથી. કોરોના મહામારીની અંદર સફાઈ કામદારો જીવના જોખમે કામ કર્યુ હતુ અને કોઈ સુરક્ષા કીટ વગર સફાઈ કામદારોએ કામ કરી પોતાની ફરજ નીભાવી હતી.

૨૧ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે મેઘરજ સફાઈ કામદારોના સમર્થનમાં અને તેમની પડતર માંગણીઓ ના ન્યાય માટે જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને લોહીથી લખેલ આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી સેવાસદન પરિસરમાં જ લાલજી ભગતે હાથની આંગળી પર બ્લેડ વડે કાપો કરી લોહીથી આવેદનપત્ર લખતા લોકો પણ અચંબીત બન્યા હતા

સફાઈ કામદારોને અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી અન્યાય થઇ રહ્યો છે તેવા આક્ષેપ સાથે આજે વાલ્મિકી સંગઠનના આગેવાનો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરને લોહીથી લખેલું આવેદનપત્ર આપ્યું હતું અરવલ્લી જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતમાં કામ કરતાં સફાઈ કામદારો ૨૧ દિવસથી હડતાળ કરી રહ્યા છે. કૉરોના સમયથી પોતાના જીવના જોખમે કૉરોના વૉરિયર્સ તરીકે કામ કરી રહેલા સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ છે, જેને સાંભળવા માટે કોઈ જ તૈયાર નથી તેવો આક્ષેપ સફાઈ કામદારો કરી રહ્યા છે.

ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે લોહીથી આવેદન પત્ર લખીને અરવલ્લી જિલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું. સફાઈ કામદારો ની માંગ છે કે તેઓને સુરક્ષા કીટ આપવામાં આવે,પીએફ, પ્લોટ ફાળવણી, વીમા પોલિસી, દર વર્ષે પગાર વધારો કરવો અને લાંબા સમયથી કામ કરી રહેલા સફાઈ અને કાયમી કરવામાં આવે.

આ વિવિધ માંગને લઇને ૨૦ દિવસથી મેઘરજ ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારો હડતાળ કરી રહ્યા છે, જોકે માંગ સંતોષવામાં નહીં આવતા, જિલ્લા કલેકટરને વાલ્મિકી સંગઠનના આગેવાનો એ લોહીથી લખેલું આવેદનપત્ર આપ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.