Western Times News

Gujarati News

યુએનએ ભારતના આંતરિક મામલે બોલવાથી બચવું જોઇએ: ભારત

નવીદિલ્હી, ગણતંત્ર દિવસેખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા દુનિયા આખીમાં પંકાઈ ગઈ છે. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ પણ ભારતને આ મામલે વણમાંગી શીખામણ આપી હતી. જાેને ભારતે પણ આડકતરી રીતે શાનમાં સમજાવી દઈને સણસનતો જવાબ આપ્યો છે.

મોદી સરકારે સંયુક્ત રાષ્ટ્રને દેશના આંતરિક માંમલામાં ચંચૂપાત નહીં કરવાનોનો સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ભારતને સામે ચાલીની સલાહ આપી દીધી હતી.યુએનના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત સરકારે શાંતિપૂર્ણ રીતે થતા પ્રદર્શન, અહિંસા અને લોકોના ભેગા થવા માટેની આઝાદીનુ સન્માન કરવુ જાેઈએ. ભારતમાં થયેલા પ્રદર્શન પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારે આ અધિકારનુ સન્માન કરવુ જાેઈએ.

ભારતે પણ વાર લગાડ્યા વગર ેંદ્ગને સણસણતો વળતો જવાબ આપી દીધો હતો. ભારતે યુએનને રોકડું પરખાવતા કહ્યું હતું કે, રાજકીય હેતુ માટે કેટલીક વસ્તુઓને ખોટી રીતે રજૂ કરવામાં ના આવે તો વધારે સારુ રહેશે. ભારતના ખેડૂતો અંગે કેટલીક ટિપ્પણીઓ એવી છે જે જનતાને ભડકાવે તેમ છે. આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી અને તે પણ ખાસ કરીને એક લોકશાહી દેશના આંતરિક મામલાઓ સાથે જાેડાયેલી ટિપ્પણીઓ ઉચિત નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.