Western Times News

Gujarati News

ચીનની હરકતોથી બંન્ને દેશોના સંબંધ પ્રભાવિત: વિદેશ મંત્રી

નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યંુ કે પૂર્વ લદ્દાખમાં ગત વર્ષ જે ધટનાઓ બની તેનાથી બંન્ને દેશોના સંબંધોને ગંભીર રૂપથી પ્રભાવિત કર્યા છે ચીનની સાથે સીમા ગતિરોધ પર વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી તેમણે કહ્યું કે લદ્દાખમાં થયેલ ઘટનાએ ફકત સૈનિકોની સંખ્યાને ઓછી કરવાની પ્રતિબધ્ધતાનો અનાદર કર્યો એટલું જ નહીં પરંતુ ચીન તરફથી શાંતિ ભાગ કરવાની ઇચ્છા પણ દર્શાવાઇ.

ચીની અધ્યયન ઉપર ૧૩માં અખિલ ભારતીય સંમેલનને ડિઝીટલ માધ્યમથી સંબોધિત કરતા જયશંકરે કહ્યું કે વર્ષ ૨૦૨૦માં થયેલ ધટનાઓએ આપણા સંબંધો પર હકીકતમં અપ્રત્યાશિત દબાણ વધારી દીધુ છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે જે સમજૂતિ થઇ છે તેનું પૂર્ણતયા પાલન કરવું જાેઇએ સીમા વિસ્તારોમાં શાંતિ ચીનની સાથે સંબંધોના સંપૂર્ણ વિકાસનો આધાર છે જાે તેમાં કોઇ અવરોધ આલશે તો ચોકકસપણે બાકી સંબંધો પર પણ તેની અસર પડશે વસ્તવિક નિયંત્રણ રેખાનું કડકાઇથી પાલન અને સમ્માન કરવું જાેઇએ યથાસ્થિતિને બદલવાનો કોઇ પણ એકતરફી પ્રયાસ સ્વીકાર્ય નથી તેમણે કહ્યું કે સંબંધોને આગળ ત્યારે વધારી શકાય છે જયારે તે પરસ્પર સમ્માન સંવેદનશીલતા સંયુકત હિત જેવા પરિપકવતા પર આધારિત હોય જયશંકરે કહ્યું કે ભારત અને ચીનના સંબંધ અસમજસમાં છે અને આ સમયે પસંદ કરેલ વિકલ્પો ફકત બંન્ને દેશો જ નહીં પરંતુ પુરી દુનિયા પર પ્રભાવ પાડશે ચીનની સાથે સંબંધો પર વિદેશ મંત્રીએ કહ્યું કે એવી કોઇ પણ આશા તે સીમા પર સ્થિતિની ઉપેક્ષા કરી જીવન સામાન્ય રીતે ચાલે છે વાસ્તવિક નથી જાે સંબંધોને સ્થિર અને પ્રગતિની દિશામાં લઇ જવા છે તો નીતિઓમાં ગત ત્રણ દાયકા દરમિયાન મળેલ પાઠ પર ધ્યાન આપવું પડશે.

વિદેશ મંત્રીએ જાણકારી આપી કે અત્યાર સુધી ભારતને ચીનના વલણમાં પરિવર્તન અને સીમા વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકોની તહેનાતી પર કોઇ વિશ્વસનીય સ્પષ્ટીકરણ મળ્યુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.