Western Times News

Gujarati News

દિલ્હી હિંસા પર ખેડૂત નેતાઓએ માફી માંગી પ્રાયશ્ચિત માટે ઉપવાસ રાખશે

નવીદિલ્હી, ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઇને ખેડૂત સંગઠન સતત બેકફૂટ પર જાેવા મળી રહ્યું છે. ગુરુવારના રોજ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે હિંસાને દિલ્હી પોલીસની માફી માગી અને કહ્યું કે આ કારણે ઘણા નારાજ છે.

ગુરુવારના રોજ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે નિવેદન આપ્યું કે જે બે સંગઠન આંદોલનથી અલગ થયા છે તે પહેલાથી જ સંયુક્ત કિસાન મોર્ચનો ભાગ રહ્યાં નથી. પહેલા પણ બંને સંગઠન આંદોલનથી હટી ગયા હતા, પરંતુ તેઓના વિસ્તારમાંથી જ્યારે દબાણ બનાવામાં આવ્યું ત્યારે તેઓ આંદોલનમાં ફરી જાેડાયાં હતા.

ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે ગણતંત્ર દિવસે જે ઘટ્યું, તે શરમજનક થયું અને અમે શર્મિદા છીએ. કોઇપણ આંદોલન ત્યારે સફળ થાય છે, જ્યારે બંને તરફથી સહયોગ મળે. યુદ્ધવીર સિંહે જણાવ્યું કે હું ગાજીપુર સરહદની પાસે હતો, જે ઉપદ્રવી ત્યાંથી ઘૂસ્યાં ત્યાં અમારા લોકો સામેલ નહોતા.ખેડૂત નેતાએ કહ્યું કે અમે હિંસાને લઇને નિંદા કરીએ છીએ અને તેના પ્રાયશ્ચિત માટે ૩૦ જાન્યુઆરીના રોજ એક દિવસનો ઉપવાસ પણ કરીશું. દિલ્હી પોલીસમાં પણ અમારા જ ભાઇઓ છે, એવામાં તેમની સાથે જે રીતનું વર્તન થયું અમે દિલ્હી પોલીસના જવાનોની માફી માંગીએ છીએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સંયુક્ત ખેડૂત મોર્ચાની પત્રકાર પરિષદમાં શિવકુમાર કક્કાએ પણ કહ્યું હતું કે આંદોલનમાં ટ્રેકટર પરેડ દરમિયાન કેટલાંક ઉપદ્રવી ઘુસી આવ્યા હતા, જેના પર નજર રાખવાની જરુર હતી. પરંતુ ખેડૂત સંગઠનના આ મોર્ચા પર ભૂલ થઇ ગઇ. ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી ખેડૂત સંગઠનોએ હવે ૧ ફેબ્રુઆરીના રોજ નિકળનાર સંસદ માર્ચને રદ્દ કરી દીધી છે, જ્યારે ૩૦ જાન્યુઆરીના રોજ ઉપવાસ રાખવાની વાત કરી છે. દિલ્હી પોલીસ હિંસાને લઇને સતત એકશન લઇ રહી છે અને અત્યાર સુધીમાં ડઝનો એફઆઇઆર દાખલ કરી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.