Western Times News

Gujarati News

ખેડૂતોને હટાવવા ગાઝીપુર બોર્ડર પર પાણીનો સપ્લાય કાપી નખાયો

નવી દિલ્હી, કૃષિ કાયદા વિરુદ્ધ વિતેલા બે મહિનાથી ચાલી રહેલા આંદોલન બાદ પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા પછી ખેડૂત આંદોલન નબળું પડી રહ્યું હોવાનું જાેવા મળે છે. દિલ્હીમાં થયેલા તોફાનોને પગલે પોલીસે યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલવિર એસ રાજેવાલ સહિત ૨૦ ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી છે. દિલ્હી-નોઈડા રોડ ઉપર ચિલ્લા સરહદે ધરણા પર બેઠેલા ભારતીય કિસાન યુનિયન (ભાનૂ)એ બુધવારે પોતાના ધરણા આટોપી લીધા હતા. હવે ચિલ્લા બોર્ડરથી દિલ્હી-નોઈડાનો રસ્તો ૫૭ દિવસ બાદ પરિવહન માટે ફરીથી ખુલી ગયો છે. દિલ્હી-ગાઝીયાબાદ રોડ ઉપર પણ પરિવહ સામાન્ય થઈ ગયું છે.

દિલ્હી પોલીસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની હિંસાને લઈને ૨૫ જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પંજાબી એક્ટર દીપ સિધૂ અને લખ્ખાના નામ એફઆઈરઆમાં હોવાનું જણાયું છે. દિલ્હી પોલીસે ટ્રેક્ટર રેલી સંદર્ભે પોલીસ સાથે થયેલી સમજૂતિને નહીં સ્વીકારવા બદલ યોગેન્દ્ર યાદવ, સિરસા સહિતના ૨૦ ખેડૂત નેતાઓને નોટિસ ફટકારી છે અને તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર પરેડ વખતે થયેલી હિંસામાં ઘવાયેલા પોલીસકર્મીઓને મળી તેમના ખબરઅંતર પૂછે તેવી સંભાવના છે. સૂત્રોના મતે અમિત શાહ ઉત્તર દિલ્હીની બે હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીઓને ળીને તેમના ખબર અંત પુછ્યા હતા.

પ્રજાસત્તાકના દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂતોને ઘર ભેગા કરવા માટે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જે અંતર્ગત ગાઝીપુર બોર્ડર પર દિલ્હી અને યુપી પોલીસ પહોંચી ગઈ છે અને પોલીસે ખેડૂતોને રસ્તો ખાલી કરવાનું કહ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિત તમામ લોકો સાથે વાતચીત થઈ રહી છે. ટિકૈતે કહ્યું હતું કે જાે પોલીસ આપણી ધરપકડ કરે છે તો આપણે શાંતિપૂર્વક ધરપકડ થવા દઈશું. પોલીસે ગાઝીપુર બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેલાડીઓનો પાણીનો સપ્લાય કાપી દીધો છે. પોલીસે અહીં લગાવવામાં આવેલા પોર્ટેબલ ટોયલેટ પણ હટાવવાનું શરૂ કરી દીધું છે.

નોંધનીય છે કે ૨૬ જાન્યુઆરીની ઘટના બાદ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને અસ્થિરતા ફેલાઈ છે. પ્રજાસત્તાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલીમાં હિંસા થઈ હતી અને આઈટીઓ, લાલ કિલ્લા અને નાંગલોઈ સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં બબાલ થઈ હતી. જેને લઈને પોલીસે ૨૦ ખેડૂત નેતાઓ વિરુદ્ધ નોટિસ જારી કરી છે અને પૂછ્યું છે કે તમારા સામે કાર્યવાહી શા માટે ન કરવામાં આવે?

અગાઉ રાકેશ ટિકૈતે કહ્યું હતું કે પોલીસે કેસ દાખલ કર્યો છે અને અમે તપાસમાં પૂરો સહયોગ આપીશું. વીએમ સિંહે આંદોલન સાથે છેડો ફાડી નાંખ્યો છે અને આ અંગે તેમણે કહ્યું હતું કે, તેમના જવાથી કોઈ ફરક પડશે નહીં. જે ખેડૂતો ૨૬ જાન્યુઆરી માટે આવ્યા હતા તેઓ ગયા છે. પોલીસ તપાસ અને વાઈરલ વીડિયોને લઈને ટિકૈતે કહ્યું હતું કે મારો જે વિડીયો પોલીસે દેખાડ્યો છે તેનો હું લેખિતમાં જવાબ આપીશ. આ જૂનો વીડિયો છે. ત્યારે પોલીસ સાથે વાતચીત ફાઈનલ થઈ ન હતી. આ મામલો વાતચીત દ્વારા થાળે પડી શકે છે, પોલીસ બળજબરીથી હટાવી રહી છે તેનાથી આ મામલાનો ઉકેલ આવશે નહીં. ખેડૂત આંદોલનને લઈને ઘણા લોકોમાં હવે રોષ ફેલાયો છે. સિંઘુ બોર્ડર પર ૧૦૦ જેટલા લોકો પહોંચ્યા છે જેઓ આંદોલન વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. ખેડૂતોનો વિરોધ કરી રહેલા આ લોકોનું કહેવું છે કે આ લોકોએ ત્રિરંગાનું અપમાન કર્યું છે. દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતો અને આ લોકો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.