Western Times News

Gujarati News

સુરતના વેપારીના પુત્રનું અપહરણ કરી ત્રણ કરોડની ખંડણી માંગી: ચાર પકડાયા, છ હજુ ફરાર

Files Photo

શહેરમાં ચકચારીત અપહરણ કેસ મામલો પકડાયેલા ચાર આરોપી પૈકી બે પાસે રિવોલ્વર મળી 

સુરત,  શહેરના ભટાર રોડ પર જીમમાં જતા ખોજા સમાજના વેપારીના પુત્રનુ ગતરોજ વહેલી સવારે ચાર લોકો દ્વારા અપહરણ કરીને ત્રણ કરોડની ખંડણીની રકમની માંગ કરવામાં આવી હતી. અપહરણની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો વેપારીના ઘરે પહોંચી ગયો હતો. જો કે મોડી સાંજે અપહરણકર્તાઓ યુવાનને મુક્ત કર્યો હતો.

વેપારી દ્વારા અપહરણકર્તાઓને એક કરોડની રકમ ચૂકવી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે બીજી બાજુ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે આખી રાત મહેનત કરી હતી. મોડીરાત્રે પોલીસે કુલ ચાર આરોપીઓને ભરૂચ પાસે દબોચી લીધા હતા. જયારે બાકીના આ ગેંગમાં સામેલ બીજા ૬ આરોપીને ઝડપી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક કરોડ મળતા આરોપીઓ બિન્દાસ્ત બન્યા

વેપારીના પુત્રનું અપહરણ કરી લીધા બાદ આરોપીઓએ તેના પિતા પાસે બે કરોડની માંગણી કરી હતી. પિતાએ એક તરાફને પોલીસને જાણ કર્યા બાદ બીજી તરફ ત્રાહિત વ્યક્તિના માધ્યમથી એક કરોડ રૂપિયા આરોપીઓ સુધી પહોંચાડી દીધા હતા. એક કરોડ રૂપિયા મળવાના કારણે આરોપીઓ બિન્દાસ્ત થઇ ગયા હતા. અપહરણકારોને હતું કે હવે કોઈ પોલીસ કેસ નહિ થાય અને પોલીસ પણ નહિ શોધે અને વેપારીએ ડરીને પૈસા આપી દીધા છે. જોકે આ તેઓનો અંદાજો ખોટો સાબિત થયો હતો અને છેવટે મોડીરાત્રે પોલીસે ચારેયને દબોચી લીધા હતા.

બનાવની વિગત એવી છે કે ઘોડદોડ રોડ પર આવેલ કરીમાબાદ સોસાયટી માં રહેતા અને ભાગળ વિસ્તારમાં સ્કુલ બેગ નુ વેચાણ કરવા માટેની દુકાન ધરાવનાર વેપારી અનવરભાઈ દુધવાળાનો પુત્ર સોમિલ ગતરોજ સવારે પોતાની બાઈક પર જીમમાં જવા માટે નિકળ્યો હતો.

ત્યારે કૃષ્ણકુંજ સોસાયટી સામેથી એક સ્કોડા ગાડીમાં ચાર આવેલા અજાણ્યા લોકો દ્વારા તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. સવારે છ થી સાત વાગ્યાની વચ્ચે યુવાનનુ અપહરણ થઈ ગયુ હતુ. થોડા સમય બાદ અપહરણકર્તાઓ દ્વારા યુવાનના ઘરે ફોન કરીને રૂ. ત્રણ કરોડની ખંડણીના માંગ કરી હતી. ગભરાઈ ગયેલા યુવાનના પિતાએ એ ઘટના અંગેની જાણ પોલીસને કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો કરીમાબાદ ખાતે ધસી ગયો હતો.

યુવાન જે રસ્તા પરથી જીમ જવા નિકળ્યો હતો તે રસ્તા પરથી તેની ગાડી પણ મળી આવી હતી. આ વિસ્તારના સીસી ટીવીના ફૂટેજની તપાસ કરતા યુવાનને ચાર અપહરણકર્તાઓ ઉચકી ગયા હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ દિસામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

અપહરણકર્તા સુધી પહોંચવા માટે શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. તેની વચ્ચે સાંજે આ યુવાનને અપહરણકર્તાઓ કામરેજ ચાર રસ્તા પર છોડીને ચાલ્યા ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્કુલ બેગના વેપારી દ્વારા અપહરણકર્તાઓને એક કરોડની ખંડણીની રમક ચૂકવ્યા બાદ તેના પુત્રને મુક્ત કરવામાં આવ્યો હતો.

મોડી રાત્રે પોલીસ દ્વારા મુક્ત થયેલા વેપરીના પુત્રની પુછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે માહિતી જણાવ્યા બાદ પોલીસની ટિમ ભરૂચ અને કિમ બાજુ પહોંચી હતી. જ્યાં મોડીરાત્રે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભરૂચ ટોલનાકા પાસેથી ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ચારેય આરોપીની પૂછપરછ શરુ કરતા ભરવાડ અને મુસ્લિમ યુવકોની ૧૦ ઈસમોની ગેંગ હોવાનું સામે આવ્યું છે.પોલીસે મોડીરાત્રે ઝડપી પાળેલા ચાર આરોપી પૈકી બે પાસે રિવોલ્વર પણ હતી જે પોલીસે કબ્જે લીધી છે.

૧૫ દિવસથી હતું પ્લાનિંગ
ઝડપાયેલા ચારેય આરોપીની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે વેપારીના પુત્રનું અપહરણ કરવા માટે ભરવાડ અને મુસ્લિમ ગેંગના કુલ ૧૦ ઈસમો છેલ્લા છેલ્લા ૧૫ દિવસથી પ્લાનિંગ કરતા હતા અને છેવટે ત્રણ દિવસ તેઓએ રેકી કરી હતી કે કૌમિલ કેટલા વાગે ઘરેથી નીકળે છે?

કયા રસ્તે જાય છે? ક્યાં જાય છે? પરત કેટલા વાગે આવે છે? ક્યાં ઉભો રહે છે? કોને મળે છે? આ તમામ રેકી ત્રણ દિવસ કર્યા બાદ આખરે અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. હાલ તો પોલીસે ચારેયને પકડી બીજા છની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મુખ્ય આરોપી ફરાર
હાલ તો પોલીસે આ કેસમાં કુલ ચાર અપહરણકારોને મોડીરાત્રે ભરૂચ ટોલનાકા પાસેથી દબોચી લીધા છે. ત્યારે બીજી બાજુ કુલ અન્ય છ આરોપીનો હજુ સુધી કોઈ પતો નથી. આખી ઘટના પાછળનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસ ગિરફ્તથી ફરાર છે ત્યારે હાલ તો પોલીસે મુખ્ય આરોપીને પકડવા માટે અલગ અલગ દિશામાં ટિમો કામે લગાવી છે.

ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી પકડાયા બાદ જ આખી ઘટનાની હકીકતો સામે આવશે કે માત્ર ખંડણી માટે જ અપહરણ કરાયું હતું કે અન્ય કોઈ કારણોસર અપહરણ કરી ખંડણી મંગાવામાં આવી છે.

મોબાઈલ લોકેશનના આધારે આરોપી ઝડપાયા
શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગતરોજ કૌમિલનો મોબાઈલ નંબર લોકેશન ટ્રેસમાં મૂકી દીધો હતો. ગતરોજ સાંજ સુધી આરોપીઓ માત્ર કિમ, માંડવી અને ભરૂચ રોડ પર ફરતા રહ્યા હતા. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટિમો તે દિશામાં રવાના કરી હતી.

આરોપીઓ કૌમિલને લઈને માત્ર હાઇવે પર જ ફરતા હોવાનું પોલીસને ધ્યાને આવી ગયું હતું. કૌમિલનો મોબાઈલ પરથી જ આરોપીઓએ તેના પિતાને ફોન કર્યો હતો અને બાદમાં આરોપીઓએ કૌમિલનો મોબાઈલ પણ પરત આપ્યો ન હતો અને આખરે પોલીસે તે નંબર જ ટ્રેસ કરી આરોપીને દબોચી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.