Western Times News

Gujarati News

લાલપુર નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત, બાઈક ચાલક ગંભીર 

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે શામળાજી-મોડાસા રોડ પર  લાલપુર ગામની સીમમાં હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી જેમાં અજાણ્યા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકનો કડૂચાલો વળી ગયો હતો.

બાઈક પાછળ બેઠેલ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક ચાલક યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અકસ્માતના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શુક્રવારે સવારે ખોડંબા ગામના જગતભાઈ કોદરભાઈ બામણીયા અને સુરેશ છગનભાઇ તરાર બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યા હતા લાલપુર ગામની સીમમાંથી પસાર થતા સમયે યમદૂત બની આવેલા અજાણ્યા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક રોડ બાજુમાં ફંગોળાઈ ગઈ હતી બાઈક ચાલક જગતભાઈ અને પાછળ બેઠેલ સુરેશભાઈ બંને બાઈક પરથી ધડાકાભેર રોડ પર પટકાતાં સુરેશભાઈનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

બાઈક ચાલક જગતભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ  બાઈક ચાલક યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો અકસ્માતની ઘટનાની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતા ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી અકસ્માતના પગલે શામળાજી પોલીસ દોડી આવી હતી

શામળાજી પોલીસે જશુભાઈ છગનભાઇ તરારની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.