Western Times News

Gujarati News

1% લોકો માટેનું છે બજેટ: રાહુલ ગાંધી

નવી દિલ્હી, રાહુલ ગાંધીએ નાણાંકિય વર્ષ 2021-22ના સામાન્ય બજેટને ‘1% લોકોનું બજેટ’ ગણાવ્યું અને સવાલ કર્યો કે રક્ષા ખર્ચમાં મોટો વધારો નહી કરીને દેશનું શું ભલું કર્યું અને આવું કરવું કંઈ દેશભક્તિ છે? સરકારે ચીનને સ્પષ્ટ મેસેજ આપવો પડશે. આશા હતી કે સરકાર દેશના 99% લોકોને સહયોગ આપશે. પરંતુ આ બજેટ માત્ર 1% વસ્તી માટેનું બજેટ છે. આપણાં ખેડુતો, મજુરો, મધ્યમ વર્ગ, નાના વ્યવસાયકારો અને સશસ્ત્ર દળો પાસેથી પૈસા છિનવીને ઉદ્યોગપતિના ખીસ્સામાં નાખી દેવામાં આવ્યા.

આ સિવાય તેમણે કૃષિ કાનુન અને સામાન્ય બજેટના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, દિલ્હીની બોર્ડર પર ખેડુતો પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડુતો આ દેશને ચલાવવાના છે પરંતુ સરકાર તેમની સાથે વાતચીત નહી કરી રહી. દિલ્હીમાં કિલેબંદી કેમ છે? સરકાર તેમની સાથે હિંસા કેમ કરી રહી છે. તેમની સાથે વાત કેમ નથી કરી રહ્યાં અને આ મુદ્દે સમાધાન કેમ નથી કાઢતા. ખેડુતોની સમસ્યા દેશ માટે યોગ્ય નથી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે કૃષિ કાનુન બે વર્ષ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ જળવાયેલો છે. તેનો અર્થ શું છે. મને લાગે છે કે, આ મુદ્દે જલ્દીથી સમાધાન આવવું જોઈએ, સરકારે ખેડુતોની વાત સાંભળવી જોઈએ તેઓ પીછે હટવાના નથી.

રાહુલ ગાંધી પ્રમાણે જો અર્થતંત્રને ગતિ આપવી હોય તો ખપત વધારવી પડશે. સપ્લાય પર ભાર આપવાથી આ નહી થાય. તેમણે કહ્યું જો સરકારે ન્યાય યોજના જેવું પગલું ભર્યું હોત તો અર્થતંત્ર પાટે ચડી શકત. તેમણે દાવો કર્યો કે, ચીન ભારતની અંદર છે અને હજારો કિમી પર કબ્જો કરેલો છે એવામાં તમે બજેટમાં ચીન મેસેજ આપો છો કે તમે અંદર આવી શકો છો અને કંઈ પણ કરી શકો છો. પરંતુ અમે અમારી સેનાને સહયોગ નહી આપીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.