Western Times News

Gujarati News

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાંથી બેગની ચોરી

 

સુરતથી આવેલા ભક્તની બેગમાં મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પડયા હતા

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસ સતર્કના દાવા વચ્ચે ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે શહેરના જાહેર અને ધાર્મિક સ્થાનો પર તસ્કરો પડાવ નાંખીને બેઠા હોય તે રીતે નિર્દોષ નાગરિકોની પરસેવાની કમાણી ચોરી થઈ રહી હોવાની પરિÂસ્થતિ સર્જાઈ છે. ચોરીની ઘટના બાદ તસ્કરો આરામથી પલાયન થઈ જતા હોય છે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ શોભાના ગાઠીયા સમાન બની ગયા હોય અને પોલીસની કામગીરી ઉપર પણ હવે નાગરિકો શંકા વ્યકત કરવા લાગ્યા છે આ પરિÂસ્થતિ વચ્ચે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાંથી એક ભક્તની બેગ ચોરાઈ જતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. મંદિર તથા આસપાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ આંતક મચાવ્યો છે રીક્ષાઓમાં, બીઆરટીએસ બસોમાં તથા જાહેર સ્થળો અને ધાર્મિક સ્થાનો પર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહયા છે. સીસીટીવી કેમેરા તથા પોલીસનો જાણે કોઈ ડર જ ના હોય તે રીતે તસ્કરો ચોરી કરી પલાયન થઈ જાય છે અને તેને પકડવામાં પોલીસ પણ વામણી પુરવાર થઈ રહી છે. આ પરિસ્થિતમાં  શહેરના કાલુપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

કાલુપુરના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિરમાં દેશભરમાંથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે આ મંદિરમાં પરોઢિયાથી લઈ મોડી સાંજ સુધી શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળતો હોય છે મંદિરના સભામંડપમાં પણ સંતો દ્વારા પ્રવચનો યોજાતા હોય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જાડાય છે આ દરમિયાનમાં સુરતમાં પાલનપુર પાટીયા શંકરનગર સોસાયટીમાં રહેતા વિશાલ પરમાર નામનો યુવાન અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યો હતો.

દર્શન કર્યા બાદ સભામંડપમાં તેણે પોતાની બેગ મુકી હતી. આ બેગમાં બે મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૧૦ હજાર પડયા હતા સભા મંડપમાંથી અજાણ્યો શખ્સ આ બેગની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. વિશાલભાઈએ પોતાની બેગ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાય બેગ જાવા મળી ન હતી જેના પરિણામે તેમણે આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુપ્રસિધ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાંથી બેગ ચોરાવાની ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. ઐતિહાસિક આ મંદિરમાં પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોય છે આ ઉપરાંત ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે તેમ છતાં ચોરી થતા પોલીસ અધિકારીઓએ સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.