Western Times News

Latest News from Gujarat India

કરાકોરમના પહાડો ઉપર ચીને ઘાતક ટાઈપ ૯૯એ ટેન્કો ગોઠવી

નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં પોતાના સૌથી ઘાતક ટેન્ક ટાઈપ ૯૯એને તૈનાત કરી દીધી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ ના મતે ચીનની આ ટેન્ક અંદાજે ૫૦૦૦ મીટરની ઊંચાઇ પર તૈનાત કરાઇ છે. ચીને તાજેતરમાં પોતાની નવી ૧૫ ટેન્કના પહેલાં જથ્થાને પણ સામેલ કર્યો છે જે ટાઇપ ૯૯એની સાથે મળી જંગના મેદાનમાં ઉતરશે. ચીની અખબારે કહ્યું કે જાે ફાયર પાવરની વાત કરીએ તો ટાઇપ ૯૯એ ટેન્ક ચીનની સૌથી ઘાતક ટેન્ક છે. તો ટાઇપ ૧૫ ટેન્ક ખૂબ જ ઝડપથી પ્રહાર કરવામાં સક્ષમ છે. આવો જાણીએ આ ચીની ટેન્ક ભારતના ટી-૯૦ ટેન્કની સામે કયાં છે.

ચીની નિષ્ણાતોનું કહેવું છે કે ભારે વજનવાળા ટાઇપ ૯૯એ મુખ્ય યુદ્ધક ટેન્ક ઑક્સિજનની અછત અને પહાડી વિસ્તારના લીધે પૂર્વ લદ્દાખમાં બહુ ખાસ કારગર નથી. જાે કે ટાઈપ ૯૯એની બેજાેડ તાકાત નિર્ણાયક છે. ચીની નિષ્ણાતોએ કહ્યું કે ટાઇપ ૧૫ લાઇટ ટેન્ક જાે યુદ્ધ દરમ્યાન ફસાય છે તો તેની મદદ માટે ટાઈપ ૯૯એ ટેન્ક જંગના મેદાનમાં ઉતારી શકે છે. બીજીબાજુ સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે ચીનનો આ મુખ્ય યુદ્ધક ટેન્ક અમેરિકા કે રૃસના કોઇ ટેન્કથી નબળી નથી. ચીનની આ થર્ડ જનરેશનની ટેન્ક છે અને તેની અંદર ઘાતક દારૃગોળો મોટા આકારના ગોળા દાગનાર તોપો અને શ્રેષ્ઠ ફાયર કંટ્રોલ સિસ્ટમ તથા એડવાન્સડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે.

ચીન ટાઇપ ૯૯એ ટેન્ક ભારતની ટી-૯૦ ટેન્ક કરતાં ભારે છે તેને ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં ડ્રેગનના દુસાહસના જવાબ આપવા માટે તૈનાત કરી છે. ટી-૯૦ ટેન્કનું વજન ૪૮ ટન છે તો ચીનના ટાઇપ ૯૯એ ટેન્કનું વજન ૫૭ ટન છે. નિષ્ણાતોનું કહેવું છે કે લદ્દાખના પહાડી વિસ્તારોમાં જે ટેન્ક વધુ હલકી હશે તે વધુ કારગર નીવડશે.

ચીન અને ભારત બંનેની ટેન્ક એન્ટી ટેન્ક મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે. ચીનના ટાઇપ ૯૯એ ટેન્ક સ્પીડના મામલામાં ભારતીય ટી-૯૦ ટેન્ક કરતાં આગળ છે. ચીની ટેન્કની સ્પીડ ૫૦ માઇલ પ્રતિકલાક છે, તો ભારતીય ટી-૯૦ ટેન્ક ૪૨થી ૪૫ માઇલ પ્રતિકલાકની રફતારથી રસ્તા પર દોડી શકે છે. એક વખત ટેન્કમાં ઇંધણ ભર્યા બાદ ટી-૯૦ ટેન્ક અને ટાઇપ એ૯૯ ટેન્ક અંદાજે ૩૦૦ માઇલ સુધી દોડી શકે છે. ટાઇપ ૯૯એ ટેન્કની તકનીકને ચીને હજી સુધી કોઇ દેશના આપી નથી પરંતુ ભારતીય ટેન્કની ઘણી બધી માહિતી ચીનની પાસે છે. કુલ મળીને કહીએ તો ચીની ટેન્ક અત્યાધુનિક છે પરંતુ ભારતની ટી-૯૦ ટેન્ક તેને બર્બાદ કરવાની પૂરી તાકાત ધરાવે છે. આ જ કારણ છે કે ભારતે પૂર્વ લદ્દાખમાં ચીનના પડકારને ઉકેલવા માટે ટી-૯૦ ટેન્કને તૈનાત કરી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers