Western Times News

Gujarati News

ઓસ્કાર વિનર અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું નિધન

નવીદિલ્હી, જાણીતા હોલીવુડ અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું ૯૧ વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. ઘણી એવોર્ડ વિનિંગ ફિલ્મોમાં કામ કરનાર ક્રિસ્ટોફરને વર્ષ ૨૦૧૨મા ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો અને તેઓ આ એવોર્ડ જીતનાર સૌથી મોટી ઉંમરના અભિનેતા બન્યા હતા. ક્રિસ્ટોફરના જૂના મિત્ર અને મેનેજર લાઉ પિટે શુક્રવારે તેમના નિધનની જાણકારી આપી છે. ક્રિસ્ટોફર પ્લમરના નિધન પર ઘણા હોલીવુડ સેલિબ્રિટિઝે શોક વ્યક્ત કર્યો છે.

ક્રિસ્ટોફરે પોતાના ૬૦ વર્ષથી વધુના કરિયરમાં ઘણા સ્ટેજ શો, ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની યાદગાર ફિલ્મોમાં ‘ધ સાઉન્ડ ઓફ મ્યૂઝિક’ને સૌથી ઉપર પણવામાં આવે છે. આ ફિલ્મની અભિનેત્રી જૂલી એન્ડ્રેઝે ક્રિસ્ટોફરના નિધન પર કહ્યુ, દુનિયાએ આજે એક શાનદાર અભિનેગા ગુમાવ્યા છે અને મેં મારા એક કિંમતી મિત્ર. મારી પાસે અમારી સાથે કામ કરવાની યાદોનો ખજાનો છે અને આ વર્ષોમાં અમે ખુબ હસી-મજાક કરી.

વર્ષ ૨૦૧૨મા ક્રિસ્ટોફર પ્લમરને બિનિગર્સમાં પોતાના હાલ ફીલ્ડ્‌સની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર જીત્યો હતો. ફિલ્મમાં તેમણે એક એવા મ્યૂઝિયમ ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી, જેની પત્નીના નિધન બાદ તેઓ સમલૈંગિગ થઈ જાય છે. ક્રિસ્ટોફર સૌથી મોટી ઉંમરમાં ઓસ્કાર જીતનાર અભિનેતા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.