Western Times News

Gujarati News

માલપુર લેઊવા પાટીદાર સમાજનું ગૌરવ – નીટની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્કમા ઝળક્યો

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વાવડી ગામના લેઊવા પટેલ પરિવારમાં જન્મેલા હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા પટેલ પ્રવિણભાઈ ડાહ્યાભાઈના સુપુત્ર યશ પટેલે આણંદ જિલ્લાની જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ ૧૨ માં બી-ગૃપમાં નીટની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ઓલ ઈન્ડિયા રેન્ક ૭૯૦ સાથે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરીને માતા- પિતા, પરિવાર તેમજ માલપુર લેઊવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે.

યશ પટેલનો કેટેગરી રેન્ક ૬૦૭ છે તેણે કુલ ૭૨૦ માર્કસમાંથી ૬૫૪ માર્કસ મેળવી આણંદ જિલ્લામાં પ્રથમ નંબરે અને સમગ્ર રાજ્યમાં ૧૦ મોં ક્રમાંક  મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ૯૯.૯૮ પર્સન્ટાઈલ રેન્ક મેળવીને અવ્વલ રહ્યો છે. ત્યારે આશ્ચર્યની બાબત તો એ છે કે ગુજરાતી માધ્યમમાં યશે તન,મન,ધનથી મહેનત કરીને પરિવાર,સમાજ અને સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.