Western Times News

Gujarati News

વિકાસના નામે કુદરત સાથે ચેડાં બંધ કરવા જાેઈએ

મુંબઈ: ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતાં જાનમાલને નુકસાન થયું છે. આખો દેશ ઉત્તરાખંડ અને ત્યાંના સ્થાનિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છે. એક્ટ્રેસ રૂપ દુર્ગાપાલ કે જે મૂળ ઉત્તરાખંડની છે તેણે વાતચીતમાં ચિંતા વ્યક્ત કરી છે. રૂપે કહ્યું, જીયોલોજી અને ઈકોલોજી બંનેની દ્રષ્ટિએ ઉત્તરાખંડ ખૂબ નાજુક છે.

આ પહેલીવાર નથી જ્યારે ભૂસ્ખલન થયું છે. ઉત્તરાખંડની હોવાથી મને આ વાત ખૂબ પીડા આપે છે. ઉત્તરાખંડમાં વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે પ્રકૃતિ માટે સારા નથી.

જ્યારે તમે પર્વત કાપો છે ત્યારે એ આખા વિસ્તારને ખલેલ પહોંચાડો છો. તમે કુદરત સાથે રમી રહ્યા છો. હું એવું નથી કહેતી આ બધા જ પ્રોજેક્ટ બંધ કરી દેવા જાેઈએ. વિકાસ જરૂરી છે પણ કઈ કિંમતે? તમે કુદરતને નુકસાન પહોંચાડી રહ્યા છો. તેઓ મારા રાજ્યના લોકો છે અને હું તેમની પીડા અનુભવી શકું છું.

સમય પાકી ગયો છે કે આપણે આંખ ખોલીને જાેઈએ કે આપણે કુદરત સાથે કેવી ક્રૂરતા કરી રહ્યા છીએ. આપણે નદીની કુદરતી દિશા બદલવાની કોશિશ કરી રહ્યા છીએ માટે આપણે આ પરિણામ ભોગવવું જ પડશે.

લોકો ગ્લોબલ વોર્મિંગની વાત કરી રહ્યા છે પરંતુ આ ફેબ્રુઆરી મહિનો છે અને પહાડી વિસ્તારોમાં હાલ હિમવર્ષા થઈ રહી છે. કુદરતને જેમ છે તેમ રહેવા દો. હું એન્જિનિયર છું પરંતુ હું એ હોદ્દા પર નથી કે આ બધી બાબતોએ વાત કરી શકું. આપણે સમજવું પડશે કે ઉત્તરાખંડની જીયોલોજી અને ઈકોલોજી આ સહન નહીં કરી શકે તો લોકોના જીવ જાેખમમાં મૂકાશે, તેમ રૂપે ઉમેર્યું.

સીરિયલ ‘બાલિકા વધૂ’ની એક્ટ્રેસ રૂપે રેસ્ક્યૂ ઓપરેશન કરનારા ભારતીય સેનાના જવાનોનો પણ આભાર માન્યો છે. તેણે કહ્યું, “બહાદુરીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડનારા ભારતીય સેનાના જવાનોનો પણ આભાર માનવા માગુ છું. તેઓ ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. તેમના પ્રયત્નો પ્રશંસનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.