Western Times News

Gujarati News

ફેસબુક અને વોટ્‌સએપને સુપ્રીમે નોટિસ ફટકારી

નવીદિલ્હી: ફેસબુક અધિકૃત મેસેજિંગ એપ વોટ્‌સએપની નવી પ્રાઈવસી પોલીસી સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્‌સએપને નોટિસ ફટકારી છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ફેસબુક અને વોટ્‌સએપને નવી પ્રાઈવસી પોલિસી અંગે નોટિસ ફટકારતા કહ્યું કે યૂઝરની પ્રાઈવસીને સુરક્ષિત રાખવી ખુબ જરૂરી છે. સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં ફેસબુક અને વોટ્‌સએપે એ વાત સ્પષ્ટ કરવી પડશે કે યૂઝર્સનો કયા પ્રકારનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે અને કયા પ્રકારનો ડેટા શેર કરાતો નથી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કડક ટિપ્પણી કરતા વોટસએપ,ફેસબુક મેનેજમેન્ટને કહ્યું કે ‘તમે ભલે ૨-૩ ટ્રિલિયન ડોલરની કંપની હોવ, પરંતુ લોકોની પ્રાઈવસી તેનાથી પણ વધુ કિંમતી છે. તેમની સુરક્ષા અમારી જવાબદારી છે.’ જેના પર વોટ્‌સએપે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે યૂરોપમાં પ્રાઈવસી પર સ્પેશિયલ કાયદો છે, જાે ભારતમાં પણ તે રીતે કાયદો હશે તો અમે તેનું પાલન કરીશું. આ મામલે આગામી સુનાવણી ૪ અઠવાડિયા બાદ થશે.

અત્રે જણાવવાનું કે વોટ્‌સએપની નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત ૫ જાન્યુઆરીના રોજ થઈ હતી. ત્યારબાદથી જ વોટ્‌સએપ યૂઝર્સ નારાજ છે. વોટ્‌સએપની નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત બાદથી જ મોટી સંખ્યામાં લોકો જીૈખ્તહટ્ઠઙ્મ અને ઇન્ટાગ્રામ જેવી એપ પર શિફ્ટ થઈ રહ્યા છે વોટ્‌સએપ વિરુદ્ધ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ છે.વોટ્‌સએપ પર નવી પ્રાઈવસી પોલિસી અંગે ભારતીય નાગરિકોના ‘રાઈટ ટુ પ્રાઈવસી’ ના અધિકારના ભંગનો આરોપ લાગી રહ્યો છે. આવામાં વોટ્‌સએપ ન્યુ પોલીસી૧૫ મે ૨૦૨૧ સુધી ટાળવામાં આવેલી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.