Western Times News

Gujarati News

ભારતમાં ઘણી કમજાેર બુનિયાદ પર ઉભું છે : પૂર્વ મંત્રી ચિદમ્બરમ

નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્‌ દ્વારા દિલ્હી પોલીસે કરેલ ‘ટૂલકિટ’ મામલે તપાસમાં ૨૨ વર્ષની જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડની નિંદા કરી છે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે ટિ્‌વટ કરી જણાવ્યું છે કે જાે માઉન્ટ કાર્મેલ કોલેજની ૨૨ વર્ષની વિદ્યાર્થિની અને જળવાયુ કાર્યકર્તા દિશા રવિ દેશ માટે ખતરો બની ગઇ છે, તો ભારત ઘણો કમજાેર પાયા પર ઉભો છે.

ચિદમ્બરમે લખ્યું કે ચીની સૈનિકો દ્વારા ભારતીય વિસ્તારમાં ઘુસણખોરીની સરખામણીમાં ખેડૂતોનું વિરોધના સમર્થન માટે લાવવામાં આવેલ એક ટૂક કિટ વધારે ખતરનાક છે. ચિદમ્બરમે દિશાની ધરપકડનો વિરોધ કરતા વધુ એક ટિ્‌વટમાં લખ્યું છે કે ‘ભારત એબ્સર્ડ થિયેટર બની રહ્યું છે અને આ દુઃખદ છે કે દિલ્હી પોલીસ છેડતીનું હથિયાર બની ગઇ છે. હું દિશાન રવિની ધરપકડની કડક નિંદા કરુ છું અને બધી વિદ્યાર્થિનીઓ અને યુવાઓને આગ્રહ કરુ છું કે તેઓ નિરંકુશ શાસન સામે અવાજ ઉઠાવે.’

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સાઇબર સેલ ટીમના ત્રણ કૃષિ કાયદા સાથે સંબંધિત ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઇને ટૂલકિટ દસ્તાવેજ જળવાયુ પરિવર્તન કાર્યકર્તાઓ ગ્રેટા થનર્બગને પૂછપરછ કરવા માટે દિશાને શનિવારે બેંગલુરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે રવિ ટૂલકિટ ગૂગલ દસ્તાવેજનું સંપાદન કરનારી એડિટર હતી અને દસ્તાવેજ બનાવવા તેમજ તેનો પ્રચાર કરવાના મામલે મુખ્ય ષડયંત્રકારી છે.

પોલીસનો દાવો કર્યો કે દિશા અને અન્યએ ‘ભારત સામે અસંતોષ ફેલાવવા માટે ખાલિસ્તાન સમર્થક પાએટિક જસ્ટિસ ફાઉન્ડેશનની સાતે મળીને કામ કર્યું છે. દિલ્હી પોલીસે ટિ્‌વટ કરી દાવો કર્યો, ગ્રેટા થનબર્ગની સાથે ટૂલકિટ શેર કરનારામાં દિશા પણ એક હતી.’
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે દિશાની પૂછપરછ માટે તેમના ઘરથી ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદમાં ‘ટૂલકિટ’ બનાવા તેમજ તેની સંલિપ્તતાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દિશા બેંગલુરુની એક ખાનગી કોલજમાંથી બીબીએની ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે અને તે ‘ફ્રાઇડેઝ ફોર ફ્યૂચર ઇન્ડિયા’ નામના સંગઠનની સંસ્થાપક સભ્ય પણ છે.

આ દરમિયાન ‘ટૂલકિટ’ સોશિયલ મીડિયા પર શેર કરવામાં ભાગીદાર સાથે જાેડાયેલ મામલામાં દિલ્હી એક કોર્ટે રવિવારના રોજ ૨૨ વર્ષી જળવાયુ કાર્યકર્તા દિશા રવિને ૫ દિવસની પોલીસ જ્યૂડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધી. દિશા રવિને દિલ્હી પોલીસની સાઇબર પ્રકોષ્ઠની ટીમે શનિવારના રોજ બેંગલુરુથી ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.