Western Times News

Gujarati News

પાક.સરકાર નવાજ શરીફનો પાસપોર્ટ રીન્યુ નહીં કરે

ઇસ્લામાબાદ: પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના પોસપોર્ટનું નવીનીકરણ કરશે નહીં જે વર્તમાનમાં લંડનમાં રહી રહ્યાં છે પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે શરીફના પાસપોર્ટની મુદ્‌ત સમાપ્ત થવાની પૂર્વ સંધ્યા પર આ જાહેરાત કરી જાે કે તેમણે કહ્યું કે જાે તે પાછા આવવા ઇચ્છે છે તો સરકાર તેમને પાછા આવવામાં મદદ માટે એક વિશેષ પ્રમાણપત્ર જારી કરી શકે છે.

મંત્રીએ પાસપોર્ટના નવીનીકરણ કરવાનો ઇન્કાર કરવાનું કારણ બતાવતા કહ્યું કે શરીફનું નામ ઉડાન પ્રતિબંધિત યાદીમાં સામેલ છે અને તેમને અદાલતના આદેશો છતાં પાછા આવવાનો ઇન્કાર કરી દીધો છે રશીદે અહીં મીડિયાને કહ્યું કે નવાજ શરીફ અને મરિયમ નવાજના નામ ૨૦ ઓગષ્ટ ૨૦૧૮થી એકિઝટ કંટ્રોલ યાદીમાં છે

જે લોકોના નામ ઇસીએલમાં હોય છે તેમને પાસપોર્ટ જારી કરવામાં આવતો નથી અને ન તો તેનું નવીનીકરણ કરવામાં આવે છે. શરીફ ગત વર્ષ નવેમ્બરથી લંડનમાં રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.