Western Times News

Gujarati News

હરિદ્વાર કુંભમેળો હવે ફક્ત એક મહિનો જ યોજાશે

હરિદ્વારમાં કુંભમેળાના દિવ્ય અને ભવ્ય આયોજન અંગે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કરોના મહામારીના સંકટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

દહેરાદૂન, કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને તેમજ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ પર સઘન વિચારણા કર્યા બાદ હવે હરિદ્વારમાં યોજાનારા કુંભમેળાની સમયાવધિ ઘટાડી દેવામાં આવી છે. હવે ૧ એપ્રિલથી શરૂ થનારો કુંભમેળો માત્ર ૩૦ દિવસ જ ચાલશે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમપ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટૂંક સમયમાં કુંભમેળાના આયોજન અંગે સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવશે. આ અગાઉ કુંભમેળાની સમયાવધિ ર૭ ફેબ્રુઆરીથી ર૭ એપ્રિલ સુધી રાખવામાં અંગે પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

હરિદ્વારમાં કુંભમેળાના દિવ્ય અને ભવ્ય આયોજન અંગે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કરોના મહામારીના સંકટે મુશ્કેલીઓ વધારી દીધી છે. કુંભમેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. અને તેથી સૌથી મોટી ચિંતા કોરોના સંક્રમણને રોકવાની છે. આ જ કારણસર સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઈશ્યૂ કરવામાં આતું કુંંભમેળાના આયોજનનું નોટિફિકેશન હજુ સુધી બહાર પડ્યું નથી.

કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ સરકારે અગાઉ કુંભ મેળાની સમયાવધિ ૪૮ દિવસ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થતાં કુંભમેળો ર૭ ફેબ્રુઆરીથી શરૂ કરી ર૭ એપ્રિલ સુધી એટલે કે બે મહિના સુધી યોજવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

દરમિયાન ઉત્તરાખંડ સરકારે કુંભમેળા સંબંધિત ગાઈડલાઈન્સ જારી કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સમાં કોરોના સંક્રમણ રોકવા માટે કુંભમેળામાં શ્રધ્ધાળુઓની સંખ્યા નિયંત્રિત કરવા અને હરિદ્વારમાં શ્રધ્ધાળુઓના આગમન પૂર્વે ૭ર કલાક અગાઉનો આરયી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ ફરજિયાત કરવા પર ભાર મૂક્યો હતો.

એટલું જ નહીં કેન્દ્રએ રાજ્યને કુંભમેળા દરમિયાન હરિદ્વારમાં એક દિવસમાં કોરોના ટેસિ્ંટંગની મહત્તમ સંખ્યા નિર્ધારિત કરવા પણ જણાવ્યું હતું.સ આખરે મુખ્ય સચિવ ઓમપ્રકાશના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચા-વિચારણા થઈ હતી

અને સઘન વિચારણા બાદ કુંભમેળાની સમયાવધિ બે મહિનાથી ઘટાડીને એક મહિના કરવા પર સંમતિ સધાઈ હતી. તેવો નિર્ણય કરાયો હતો કે હવે ૧ એપ્રિલથી કુંભમેળો શરૂ થશે. મુખ્ય સચિવે પણ આ અહેવાલને સત્તાવાર સમર્થન આપ્યું છે.

બીજી બાજુ કુંભમેળાને ધ્યાનમાંં રાખી હરિદ્વારમાં ૧૦ સેક્ટર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઈશ્યૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાજ્ય પરિવહન સહિતના અન્ય મુદ્દાઓને લઈ એક વધુ એસઓપી જારી કરવા પર સક્રિય વિચારણા ચાલીર હી છે. કુંભમેળા દરમિયાન એપ્રિલમાં ત્રણ શાહી સ્નાન યોજાશે, જેમાં પ્રથમ સ્નાન ૧ર એપ્રિલ (સોમવતી અમાસ), બીજું સ્નાન ૧૪ એપ્રિલ (બૈશાખી) અને ત્રીજું સ્નાન ર૭ એપ્રિલે (પૂનમ) યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.