Western Times News

Gujarati News

કાશ્મીરના નૌગામથી સુરક્ષા દળોએ આઇઇડી કબજે કર્યું

કાશ્મીરના નૌગામમાં રેલવે ક્રોસિંગની પાસે આઇઇડી કબજે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યા છે અને ભારે સંખ્યામાં સુરક્ષા દળોની તહેનાતી કરવામાં આવી છે આઇઇડીને નિષ્ક્રિય કરવા માટે નિરોધક ટુકડીની મદદ લેવામાં આવી રહી છે.

એક અધિકારીએ કહ્યું કે શ્રીનગરમાં પંથા ચૌક નૌગામ માર્ગ પર આજે વિસ્ફોટક મળ્યા બાદ ટ્રાફિકને રોકી દેવામાં આવ્યું છે તે વિસ્ફોટક ઠીક તે સમયે મળી આવ્યો જયારે ટ્રેન સેવાઓને લાંબા સમય બાદ કાશ્મીરમાં શરૂ કરવામાં આવનાર છે. અધિકારીએ કહ્યું કે સીઆરપીએફની આરઓપી અને પોલીસે નૌગામ રેલવે સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે એક શંકાસ્પદ વસ્તુ જાેઇ તેની પાસ માટે ટુકડી બોલાવવામાં આવી તેમણે કહ્યું કે લોકો અને યાત્રીકોની સુરક્ષા માટે પંથા ચૌક નૌગામ માર્ગ પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે

તાજેતરમાં જ કાશ્મીર જાેનના આઇજીએ આતંકીઓની બારૂદી કાવતરાની બાબતાં માહિતી આપી હતી. આઇજીએ કહ્યું કે આતંકવાદીઓએ રણનીતિ બદલી છે હવે આઇઇડીનો વધુ ઉપયોગ શરૂ કરી દીધો છે આ બદલાયેલી રણનીતિનો સામનો કરવા માટે પોલીસ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે તમામ પ્રકારના સાવચેતીના પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. અને તલાશી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યુ છે આ સાથે આતંકઓની શોધ પણ વધારાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.