Western Times News

Gujarati News

કોડિનારમાં રામ મંદિર નિધિ માટે ગયેલા RSSના સ્વયંસેવકો પર હુમલો

ગીરસોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં આવેલા છાછર ગામે ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસનાં ૫ જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસ નાં કાર્યકરો પર હુમલો થયો છે. આ હુમલાના પગલે છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

આ અંગે ગીરસોમનાથ કરણીસેનાના પ્રમુખ વિજસિંહ જાદવે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે જવાબદારો પર કાર્યવાહી નહીં થાય તો કરણીસેનાને નાછુટકે કાયદો હાથમાં લેવાની ફરજ પડશે. ગત રાત્રે આર એસ એસ ના ૫ જેટલા કાર્યકરો પર એક ચોક્ક્‌સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું.પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને

ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે.આર એસ એસ ના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા.ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો.ગભગ ૨ થી ૩ કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા.આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા.

૨છાછર ગામે રહેતી પ્રજાપતિ મહિલાનું કહેવું છે કે તેઓનાં માતાનું અવસાન થતા ઘરે ઉત્તરક્રિયાની વિધિ હતી.તેમાં સહભાગી થવા સંઘ કાર્યકરો આવ્યા હતા.તેમનો દીકરો બે દિવસ પહેલા દવા લેવા ગયો ત્યારે તેના પર અસામાજિકો એ હુમલો કર્યો હતો.જે મામલે આજે સમાધાન કરવાનું હતું પરંતુ અચાનક ફરી ટોળું આવ્યું અને અમને બચાવવા આવેલા સંઘના કાર્યકરો પર હુમલો કર્યો.

સમગ્ર ઘટનાની જાણ કોડીનાર થતા ગીર સોમનાથ કરણી સેના અને મોટી સંખ્યાંમાં યુવાનો કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે રાત્રે એકઠા થઈ જતા કોડીનાર માં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જાેવા મળી હતી.આથી તંત્ર દ્વારા મોટી સંખ્યા માં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.જી.બી.બાંભણીયા.ડીવાયએસપી-ગીર સોમનાથએ જણાવ્યું કે છાછરમાં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી દેવાયો છે.ગીર પોલીસે છાછર ગામે ફૂટ માર્ચ પણ યોજી હતી.

પોલીસે ૧૨ જેટલા શખ્સો અને અન્ય મળી કુલ ૨૦ નાં ટોળા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭,૩૨૩, ૫૦૬(૨) તેમજ જાહેરનામા ભંગ સહિત ની અન્ય કલમો ઉમેરી તપાસ હાથ ધરી છે.પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે હજુ ૧૫ થી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.