Western Times News

Gujarati News

સંજેલી તાલુકા બેઠક પર  અપક્ષના ઉમેદવારને લોકચાહના વધતા પક્ષો માટે મુશ્કેલી

પ્રતિનિધિ સંજેલી  ફારૂક પટેલ: સ્થાનિક સ્વરાજ્યની ત્રિપાંખિયા  જંગને લઇ જીલ્લા તાલુકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે.સંજેલી૧ તાલુકા પંચાયત બેઠક પર ટીકીટ ની નારાજગીને લઇ ભાજપા મંડળના ઉપપ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી મેદાને ઉતર્યા છે.અપક્ષ ઉમેદવારને ચૂંટણી પ્રચારમાં જનસમર્થન મળી રહેતાં ભાજપ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે મુશ્કેલીમાં વધારો.

સંજેલી તાલુકામાં જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો જીતના દાવા સાથે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.અને ખાટલા બેઠક લોકસંપર્ક થી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. સંજેલી તાલુકાનું વિભાજન થતાજ ભાજપના કબ્જામાં છે.

પરંતુ આ વખતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી વયમર્યાદા તેમજ ભાજપના અગ્રણીને ટિકિટ ફાળવવામાં તેમના નજીકના ટેકેદાર કે સગાસંબંધીને ટિકીટ આપી હોવાના સૂર વચ્ચે રાજકીય વિશ્લેષકો માં પસંદગીને લઈને કાચું કપાયું હોય તેવું ચર્ચા ચર્ચાઈ રહ્યું છે.

સંજેલી૧ બેઠક પર ભાજપ મંડળ ઉપપ્રમુખને ટીકીટ ન ફાળવતા પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી મા ઝંપલાવતા ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કનુભાઈ પ્રતાપભાઈ   હરિજનને પૂર્વ તા.પ.ન્યાય સમિતિના ચેરમેન નટુભાઈ સબુર ના મત વિસ્તારમાં પ્રચંડ જનસમર્થન મળતાં ભાજપ કૉગ્રેસ ની ઊંઘ હરામ થઈ શકે છે.

જેમાં કેટલાય નારાજ ગામના કાર્યકર્તાઓ અને આગેવાનોએ અપક્ષ ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.ચૂંટણીના સાત દિવસ બાકી છે  જંગ પણ ચરમસીમાએ પહોંચ્યો છે.રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારો મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યાં છે.સંજેલી૧ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામતા અપક્ષ ઉમેદવારના જન સમર્થનના પગલે ભાજપ કોંગ્રેસ માટે ભારે દોડધામ મચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.