Western Times News

Gujarati News

ચાઈનીઝ વેક્સીનનો પ્રોગ્રામ હોલ્ડ પર રાખીને ભારતીય વેક્સીન વાપરશે

નવીદિલ્હી: દુનિયાભરને કોરોના વાયરસની ભેટ આપનારું ચીને ભલે તેના નાબૂદી માટે વેક્સીન બનાવી લીધી હોય, પરંતુ દુનિયાને ચીની વેક્સીન પર વિશ્વાસ થઈ નથી રહ્યો. હવે શ્રીલંકાએ સ્પષ્ટ કરી દીધું કે, તેને ચીનની કોરોના વેક્સીન સિનોફાર્મ પર ભરોસો નથી. શ્રીલંકાએ ચીની વેક્સીનનો ઉપયોગ રોકીને ભારતીય વેક્સીનના ઉપયોગનો ર્નિણય લીધો છે.

શ્રીલંકા તરફથી કહેવામાં આવ્યું છે કે, તેને ચીનની વેક્સીનના પ્રોગ્રામને હાલ હોલ્ડ પર રાખ્યો છે. તેમજ ભારતમાં બનેલ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકની વેક્સીનના ઉપયોગ કરવાનો ર્નિણય લીધો છે. શ્રીલંકાઈ કેબિનટના પ્રવક્તા ડો.રમેશ પથીરાનાએ કહ્યું કે, ચીની વેક્સીન સિનોફાર્મનું ત્રીજું ટ્રાયલ હજી સુધી પૂરુ થયુ નથી. સિનોફાર્મ વેક્સીનના રજિસ્ટ્રેશનનું ડોઝિયર પણ અમને મળ્યુ નથી. તેથી અમે હાલ તેનો પ્રોગ્રામ હોલ્ડ પર રાખ્યો છે.

ડો.પથીરાનાએ આગળ કહ્યું કે, શ્રીલંકા સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં તૈયાર એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર જ ર્નિભર રહેશે. જ્યારે ચીની કંપની પાસેથી જરૂરી દસ્તાવેજ મળશે, તેના બાદ જ તેના પર વિચાર કરવામાં આવશે. જાેકે, તેમણે એમ પણ કહ્યું કે, સિનોફાર્મ વેક્સીનની રજિસ્ટ્રેશનમાં સમય લાગશે. કેમ કે, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે હજી પણ તેને મંજૂરી આપી નથી, પરંતુ હાલ આ બાબતે વિચાર ચાલી રહ્યું છે.

પ્રવક્તાએ આગળ કહ્યું કે, રશિયાની વેક્સીન સ્પુતનિકને હજી સુધી કોઈ મંજૂરી મળી નથી. તેથઈ શ્રીલંકા પોતાના ૧૪ મિલિયન લોકોને વેક્સીનેશન માટે ભારત દ્વારા નિર્મિત વેક્સીન પર જ ર્નિભર છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, શ્રીલંકાઈ કેબિનેટે મેડ ઈન ઈન્ડિયા વેક્સીનની ૧૦ મિલિયન ડોઝ ખરીદવા માટે ૫૨.૫ મિલિયન ડોલરની ડીલ કરવામાં આવી છે.આમ તો શ્રીલંકા એકમાત્ર એવો દેશ નથી,

જેણે ચીનની વેક્સીન પર શંકા વ્યક્ત કરી હતી. તે પહેલા બ્રાઝિલ પણ આવુ કરી ચૂક્યો છે. બ્રાઝિલે ગત મહિને કહ્યું હતું કે, સિનોવૈક વેક્સીન દ્વારા વિકસિત રસીની તુલનામાં ઓછી પ્રભાવી મળી આવી છે. એટલુ જ નહિ, બ્રાઝિલની લેટ-સ્ટેજ ટ્રાયલમાં ચીની વેક્સીનની પ્રભાવકારિતા ૫૦.૩૮ ટકા મળી આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.